તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી હિન્દુ યુવા સંગઠન દ્વારા ઘાયલ ગાયોને સારવાર આપી

માંડવી હિન્દુ યુવા સંગઠન દ્વારા ઘાયલ ગાયોને સારવાર આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનગરના છેવાડે આવેલા ભાંગેલા પુલ નીચેના વિસ્તારમાં નિરાધાર પડેલી ગાયની હાલતમાં સમાચાર મળતાં હિન્દુ યુવા સંગઠનના યુવાનો સ્થળ પર પહોંચી યોગ્ય સારવાર આપી માનવતાનું કામ કરતાં સૌએ અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી હિન્દુ યુવા સંગઠનના યુવાન શિવમ કાપડિયા, આનંદ મેસુરિયા, રાજભા ગઢવી, પૃથ્વીરાજ ગઢવી, મિત્તલ મેસુરિયા, નિસર્ગ ભાવસાર વગેરે યુવા ટીમને માહિતી મળી હતી કે ભાંગેલા પુલ નીચે ગાય દયનીય સ્થિતિમાં પડેલી છે. જે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાયની સ્થિત જોતા ટેમ્પો લઈ આવી ટેમ્પામાં પશુ ચિકિત્સાલય પર લઈ ગયા હતાં. જ્યાં પશુ ચિકિત્સાલયના ડોક્ટરે સારવાર આપી હતી, બાટલા ચઢાવ્યા હતા. ત્યારબાદ સલામત જગ્યા રાખવામાં આવી હતી. જ્યાં સતત દેખરેખ રાખી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

હિન્દુુ યુવાનોએ ઘાયલ અને બિમાર ગાયને સારવાર અપાવી હતી.

ટેમ્પામાં પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરાઈ

અન્ય સમાચારો પણ છે...