• Gujarati News
  • National
  • ઘંટોલીથી ખેરના લાકડાં ભરેલો ટેમ્પો ઝડપાયો

ઘંટોલીથી ખેરના લાકડાં ભરેલો ટેમ્પો ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીદક્ષિણ વનવિભાગ દ્વારા થોડા સમય પહેલા બિનઅધિકૃત એકત્રિત કરેલ ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ આજરોજ ફરી એકવાર ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. નાયબ વનસંરક્ષક તથા મદદનીશ વનસંરક્ષક માંડવીને મળેલી બાતમી આધારે માંડવી આરએફઓ વિક્રમસિહં સુરમા તથા પીપલવાડા રાઉન્ડ ફેરસ્ટર અનિલભાઈ પેટલ અને બિટગાર્ડ ધર્મેશસિંહ તથા સ્ટાફના માણસોએઠેરઠેર નાકાબંધી ગોઠવી વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઘંટોલી ગામ પાસે બોલેરો પિકઅપ વાન (GJ-05BU-7836) આવતાં તેનો પીછો કરી તપાસ કરતાં ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગેરકાયદે બિનપાસ પરવાનગીના લાકડા વાહતુક કરતી પિકઅપ વાન તથા ખેરના લાકડાનો જથ્થો મળી કુલે 2,50,000નો મુદ્દામાલ જપ્ત લઈને આગળની તપાસ હાથ ધરી હતી.