તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પુના ગામે મોડી રાત્રે લાગેલી આગમાં બે ગાળાનું મકાન ખાખ

પુના ગામે મોડી રાત્રે લાગેલી આગમાં બે ગાળાનું મકાન ખાખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીકીમ રોડ પર આવેલ પુના ગામના સામાન્ય પરિવારના ઘરમાં આગ લાગતાં બે ગાળા ઘર તથા બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. તથા સામાન્ય ઘરવપરાશની વસ્તુઓ પર સ્વાહા થઈ જતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

માંડવી તાલુકાના પુનાગામે રહેતા ઈલાબહેન ઝીણાભાઈ ચૌધરી પોતાના બાળકો સાથે પોતાના કાચા મકાનમાં બાળકો સાથે રહી ગુજરાન ચલાવતા હતાં. રવિવારની રાત્રિએ રોજિંદા કામો પતાવીને જમીને બધા સૂઈ ગયા હતાં. ત્યારબાદ મોડી રાત્રિએ પોતાના કાચા ઘરમાં આગ લાગી જતાં પરિવારના સભ્યો જાગી બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવી હાથ વગા સાધનોથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. જ્યારે બીજી બાજુ માંડવી ફાયર બ્રીગેડને જામ કરતાં આખી ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. પરંતુ જૂના મકાનમાં લાગેલી આગ પવનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બંને ગાળાનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આગમાં તુવર તેમજ ખેતર માટેનું ખાતર સહિત ઘરવખરીની તમામ સામગ્રી નાશ પામી હતી. સાથે ઘરમાં મુકેલા બંને બાઈકો પણ બળીને ખાખ થઈ ગયા હતાં.

પુના ગામે મોડી રાત્રે સામાન્ય પરિવારના ઘરમાં આગ લાગતાં બે ગાળા ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધુ હતું કે બે ગાળાના મકનમાં કોઈ વસ્તુ બચાવી શક્યા હતાં.

માંડવી તાલુકામાં 15 દિવસમાં 4 ઘટના

માંડવીતાલુકામાં છેલ્લા પંદરેક દિવસમાં ચાર જેટલી આગ લાગવાની ઘટના બની છે. ત્યારે માંડવી પાલિકાની અગ્નિશામક સુવિધા આર્શિવાદરૂપ બની ગઈ છે. જેથી અગ્નશામક દળના જવાનોની જહેમતથી મોટી હોનારત અટકી જતી રહે છે. 23 ફેબ્રુઆરીએ આમલીડેમમાં બુધિયાભાઈ વસાવાના ઘરે તથા 28 ફેબ્રુઆરીએ ખેડપુર નિશાળ ફળિયામાં માલદેવભાઈ ચાવડાના કોઢારમાં 6 માર્ચના રોજ સવારે માંડવી નાના ખૂંભારવાડ ગેસ લિકેજની ઘટના બની હતી. જ્યારે રાત્રે પુના ગામે ઈલાબહેનના ઘરમાં આગ લાગવાની ઘટના બની ગઈ હતી.

જોત જોતામાં તો આખુ ઘર બળીને ખાખ થઈ ગયું

બે બાઈક તથા સામાન્ય ઘરવપરાશની વસ્તુઓ પણ સ્વાહા

માંડવી કીમ રોડ પર આવેલ પુના ગામની ઘટના

અન્ય સમાચારો પણ છે...