• Gujarati News
  • બેડકૂવાદુરમાં બસ પર પથ્થરમારો

બેડકૂવાદુરમાં બસ પર પથ્થરમારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ ઈસમોએ કાકરાપાર પ્લાન્ટમાંથી માણસો મુકવા આવતી બસ પર પથ્થરમારો કર્યો
વ્યારાના કાકરાપાર વિસ્તારમાં કેએપીપી પ્લાન્ટમાં નોકરી કરતાં ઈસમો મુસાફરી માટે વપરાતી લકઝરી બસ પર ગત રાત્રિએ બેડકૂવાદૂર ગામ પાસેથી પસાર થઈ રહી હતી, તે વેળાએ પાંચ અજાણ્યા વ્યકિતઓ બસ પર પથ્થરો મારી બસના કાચ તોડી નુકસાન પહોંચાડયું હતું અને આ પંથકમાં કાકરીચાળો કરી શાંતિ ડોહળાવવાનો પ્રયાસ કરાયો હોવાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. તેમજ આ ઘટનાના પગલે કાકરાપાર પોલીસ ઘટના સ્થળે સઘન તપાસ શરૂ કરી છે.
વ્યારા તાલુકાના કાકરાપાર ખાતે કેએપીપી પ્લાન્ટ અને સ્થાનિક ગ્રામજનો વરચે વિવાદ માંડમાંડ શાંત પડયો ત્યારે ફરી કેટલાક અસામાજિક તત્ત્વો દ્વાર પંથકની શાંતિ ડોહળાવવા કાકરીચારો કરવાના પ્રયાસના પગલે પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગત બુધવારની રાત્રે ૧૦.૩૦ વાગ્યેના સુમારે લકઝરી બસ (જીજે-૩ ડબ્લ્યુ -૯૯૧૬)ને લઈ જતાં ચાલક કિરીટભાઈ સુરેશભાઈ ચૌધરી (રહે. ઉચામાળા, મંદિર ફળિયું, વ્યારા) એપેપીપી પ્લાન્ટ પરથી નોકરીયાતોને તેમના ઘરે મુકવા જતા હતા.
આ સમયે વ્યારા માંડવી રોડ પર બેડકુવાદુર ગામની સીમમાં રેવા ફળિયા પાસે પસાર થતી વેળાએ ચારથી પાંચ ઈસમો એકાએક પથ્થર મારવાના શરૂ કરી દીધો હતો. આથી બસના આગળના કાચ તેમજ બારી પરના બેથી ત્રણ કાચનો ભૂક્કો થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્દનસીબે અંદર બેઠેલા વ્યકિતઓ પૈકી કોઈ પણ વ્યકિતને ઈજા પહોંચી ન હતી.
બસ પર પથ્થર મારોની ઘટના પગલે શોરબકોર મચતા પંથકના રહીશો આવી ગયા હતાં. જોકે, અંધારાનો લાભ લઈ અસામાજિક તત્ત્વો ખેતરો તરફ ભાગી છૂટયા હતાં. ઘટનાના પગલે બસ ચાલક કિરીટભાઈ સુરેશભાઈ ચૌધરીએ કાકરાપાર પોલીસમાં જાણ કરતાં કાકરાપાર પોસઈ આર. એમ. વસાવા ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. બસ ચાલક દ્વારા ૪થી ૫ ઈસમો વિરુદ્દ બસને ૮૦૦૦નું નુકસાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.
કાંકરીચાળો શાંતિ ડહોળાવવાનો પ્રયાસ
અત્રે નોંધનીય છેકે છેલ્લા ૫ દિવસ પહેલા કાકરાપાર ખાતે કેએપીપી પ્લાન્ટ અને સ્થાનિક કેટલાક ગામો દ્વારા ભરતી બાબતે અન્યાયના પગલે પંથકમાં ધરણા હડતાલ સહિત રેલીઓ કઢાઈ હતી. જોકે, આ બાબતે હજીય કેટલાય અસંતુષ્ટો અવાર નવાર કાંકરીચારો કરી પંથકની શાંતિ ડોહળાવવાના પ્રયાસના પગલે કાકરાપાર પોલીસ આર. એમ. વસાવા દ્વારા ઘટનાની ગંભીરતાને ઘ્યાને રાખી સઘન પેટ્રોલિંગ વધારી દીધું હતું.થ્
બેડકૂવા દૂર ગામે