• Gujarati News
  • National
  • કોંગી નિરીક્ષકો સામે ઉમેદવારોનો રાફડો

કોંગી નિરીક્ષકો સામે ઉમેદવારોનો રાફડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લાની વિધાનસભાની મહુવા, માંડવી, બારડોલી, માંગરોળની બેઠક ઉપર કોંગ્રેસના નીરીક્ષિકોએ સંભવીત ઉમેદવારો માટે કોંગ્રેસી અગ્રણીઓ સાથે બેઠક યોજી હીત. જેમાં સૌથી વધુ ઉમદેવારનો રાફરો મહુવા વિધાનસભા ઉપર જોવા મળ્યો હતો. જ્યાં 14 મુરતિયાઓએ બેઠક માટે ટીકિટ મેળવવા ઈચ્છા પ્રગટ કરી છે. વિધાનસભાની 2017ની ચૂંટણી વહેલી યોજાઈ તેવી શક્યતા છે. જેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ અલગ અલગ જિલ્લામાં નિરક્ષકોની વરણી કરી દીધી છે. અને નિરીક્ષકો દરેક વિધાનસભામાં જઈ આવનારી વિધાનસબાની ચૂંટણીન ધ્યાનમાં લઈ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણી સાથે બેઠક યોજીને વિધાનસભાની બેઠકની ઉમેદવારના નામ અંગે ચર્ચા કરી રહ્યાં છે. જેમાં માંગરોળ વિધાનસભા માટે 10 ઉમદેવારોના નામો આવ્યા છે. માંડવી વિધાનસભામાંથી 4 ઉમદેવારના નામ આવ્યા છે. બારડોલી વિધાનસભા માટે 9 ઉમદેવારના નામ આવ્યા છે. જ્યારે સૌથી વધારે મહુવા વિધાનસભા માટે 14 ઉમદેવારોના નામ આવ્યા છે. હાલમાં તમામ વિધાનસભા ભાજપના કબજામાં છે. અને તેમના ઉપર કબજો મેળવવા માટે કોંગ્રેસીઓ ઉત્સાહ દર્શાવી રહ્યાં છે. ઉમદેવારનો રાફરો જોઈ આવનારા દિવસોમાં અંદરો અંદર પણ ખેંચાતણ વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આમણે દાવેદારી નોંધાવી

156(એસટી) વિધાનસભા માટે કોંગ્રેસમાંથી નાનસિંગભાઈ વસાવા, રમણભાઈ ચૌધરી, નટવરસિંહ વસાવા, બાબુભાઈ ચૌધરી, જયચંદ વસાવા, સોનજીભાઈ વસાવા, સુરેશ વસાવા, રૂપસિંગ ગામીત, સામજીભાઈ ચૌધરી અને હીરજીભાઈ વસાવાનું નામ આવ્યું છે. જ્યારે માંડવી વિધાનસભા પર આનંદભાઈ ચૌધરી, ગોનાભાઈ ગામીત, રાજેશભાઈ ગામીત અને વિજયભાઈ ગામીતના નામ આવ્યા છે. બારડોલી (એસસી) બેઠક ઉપર તરૂણભાઈ વાઘેલા, નીતિન રાણા, પ્રવીણ પરમાર, વિનોદ પાઠક, કિરણ રાઠોડ, પરેશ ચૌહાણ, પ્રશાંત પરમાર, ભારતી ઓરણાકર અને પન્નાબહેન પટેલ, જ્યારે મહુવા એસટી પર પ્રવીણ રાઠોડ, વિપુલ વહીયા, ખંડુ પટેલ, મનુજી ચૌધરી, હેમાંગીની ગરાસિયા, પ્રકાશ મહેતા, નયન પાવાગઢી, વિપુલ પટેલ હરેશ ચૌધરી, ઈચ્છુભાઈ પટેલ, અજય ગામીત, ઈશ્વર વહીયા, મીના ચૌધરી અને સુરેશ ચૌધરીના નામ આવ્યા છે.

મહુવા વિધાનસભા બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...