• Gujarati News
  • National
  • માંડવીમાં ટેકાના ભાવે રૂ. 2 કરોડથી વધુની તુવેર ખરીદાઇ

માંડવીમાં ટેકાના ભાવે રૂ. 2 કરોડથી વધુની તુવેર ખરીદાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ખેડૂત સમાજ દ્વાર છેલ્લા ઘણા સમયથી ટેકાના ભાવે તુવર ખરીદી માટે બૂમરાણ મચી હતી. ત્યારે ખેડૂતોને પોષણક્ષમભાવ મળી રહે તે માટે સાંસદ પ્રભુભાઈ વસાવાએ અલગ અલગ સંસ્થાઓનો સહયોગ મેળવી રાઈસ મિલ ખાતે ટેકાના ભાવની ખરીદીમાં મોટી સફળતા મળી છે.

ભારત સરકાર તથા ગુજરાત સરકાર અંતર્ગત ખરીદી લઘુકૃષક કૃષિ વેપાર સંઘ અને ગુજપ્રોના સહયોગથી સાઉથ ગુજરાત પ્રોગેસિવ ફાર્મર સેલ્ફ રિલાયન્ટ પ્રોડ્યુસર કંપની લિ. દ્વારા માંડવી રાઈસ મિલ ખાતે ચોથી માર્ચથી ટેકાના ભાવથી તુવેર ખરીદી શરૂ કરવામાં આવી હતી. અને 20 માર્ચ સુધી ચાલુ રહેલી ખરીદી દરમિયાન કુલ 2,11,34,426 રૂપિયાની ખરીદી કરાઈ હતી. આમ માત્ર 15 દિવસમાં મબલખ પાકની ખરીદી થતાં ખેડૂતોએ જાણે રાહતન દામ લીધો હતો. વેપારીઓના શોષણ મૂક્ત થતાં ખેડૂતો અગ્રણીઓએ સાંસદ પ્રભુભાઈ વસાવાના પ્રયત્નોથી શરૂ થયેલી ખેડૂત હિતની પ્રવૃત્તીની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...