• Gujarati News
  • સરકારદ્વારા હાલમાંજ સ્થાનિક કક્ષાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે લોક

સરકારદ્વારા હાલમાંજ સ્થાનિક કક્ષાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે લોક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારદ્વારા હાલમાંજ સ્થાનિક કક્ષાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે લોક સંવાદ સેતુ નામે શરૂ કરાયેલી કવાયતમાં માંડવી ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતમાં પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.

સુરત જિલ્લા કલેક્ટર, પ્રાયોજન અધિકારી પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર સહિતના અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલા લોકસંવાદ સેતુમાં બૌધાન વિસ્તારમાં પ્રશ્નોમાં રેતી ઉપરાંત બી. પી. વેલને ફ્લોટ ફાળવણી તથા ગૌચરની જમીનમાં ઊભા પાક જેવા પ્રશ્નો ગાજ્યાં હતાં. જેના યોગ્ય નિકાલ માટે જેતે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તથા કુમાર શાળામાં સામાજિક તત્વોની આવજા અંગે પ્રશ્નો રજૂ થતાં પોલીસ પેટ્રોલિંગ શરૂ થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું.જ્યો શાળા કમ્પાઉન્ડમાં રહેલી ડીપીની ભયાનકતા દૂર કરવની વાત કરવામાં આવી હતી. જ્યારે લુહારમાં આવેલી બે દૂધ મંડળીમાંથી એક મંડળીનું દૂધ સ્વીકારાતું હોવાને કારણે અંગે સુમુલના અધિકારીને સૂચના આપી બંને મંડળીનું દૂધ સ્વીકારવા કહ્યું હતું. જ્યારે તાલુકામાં ચાલતા મધ્યાહનભોજન બાબતે નાની મોટી ફરિયાદો દૂર કરવા જણાવ્યું હતું.

કાકરાપાર અણુમથકના અસરગ્રસ્તો દ્વારા સીએમડીની મુલાકાતના પ્રશ્ન બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે પોતે બાબતે ધ્યાન દોરશે તથા કાકરાપાર નહેરના પુલની બંને બાજુ અધૂરુ રહેલ કામ જલદી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી.

ઉપરાંત હાઈવે પર ગરેડીયા ખાડીના પુલની આગળ પાછળ મુકાયેલા પાકા મોટા બમ્પ દૂર કરી રબરના નાના બમ્બ મુકવા કહ્યું હતું. માંડવી તાલુકાની ક્વોરી ઉદ્યોગમાં નીયમોની થતી ઐસીતૈસી બાબતે કડક કાર્યવાહી માટે પણ તાકીદ કરવામાં આવી હતી. તથા આમલીડેમના વિસ્થાપિતો બાબતે પ્રયોજના વહીવટદારે જણાવ્યું હતું કે જેમના જરૂરી પુરાવો હતાં. તેમની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જેમના પુરાવો બાકી છે. એવા પરિવારો પોતાના પુરાવાઓ રજૂ કરતાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે એવી ખુલાશો કરવામાં આવ્યો હતો.

આરોગ્ય, માર્ગ મકાન અને શિક્ષણ સહિતના પ્રશ્ને ચર્ચા

માંડવીમાં લોકસંવાદ સેતુમાં 92 પ્રશ્નોની રજૂઆત કરાઇ