તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાલૈયા પ્રા. શાળાના મકાનમાંથી બે ગેસના બાટલાની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાલૈયા પ્રા. શાળાના મકાનમાંથી બે ગેસના બાટલાની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝંખવાવ ગામે બાથરૂમમાંથી ~ 19 હજારના નળની ચોરી

બારડોલીમાં કારમાંથી બેગ ચોરી કરતા તસ્કરો

તસ્કરો બેફામ | જિલ્લામાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક ઘટનાઓ

બારડોલીધૂલિયા ચોકડી પર બપોરના સમયે સ્વસ્તીક બેકરી પર એક યુવાન કાર પાર્ક કરી બિસ્કીટ લેવા ગયો હતો સમય દરમિયાન અજાણ્યા તસ્કરો કારનો દરવાજો ખોલી 60 હજાર રોકડા અને લેપટોપ સાથેનું બેગની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જોકે, યુવાનને નવસારી પહોંચ્યા બાદ જાણ થતાં પરત બારડોલી આવી 85 હજારની ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ નવસારીના કબિલપોર ખાતે સરસ્વતી સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર રમણભાઈ મૈસુરિયા એકાઉન્ટનું કામ કરે છે. મંગળવારના રોજ સવારે નવસારીથી બારડોલી ખાતે રાજપૂત સમાજની વાડીનું એકાઉન્ટનું કામકાજ પતાવી બપોરના પરત ઘરે જવા નિકળ્યો હતો. પોતાની એસએક્સફોર કાર નં (GJ-15PP-1888) લઈ બારડોલી ધૂલિયા ચોકડી પર પહોંચ્યો હતો. જ્યાં સ્વાસ્તીક બેકરીમાંથી બિસ્કિટ લેવાની હોવાથી કાર રોડ પર પાર્ક કરી લોક અકરી બેકરીમાં ગયો હતો. સમય દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર કારનો દરવાજો કોઈ સાધનથી ખોલી અંદર મુકેલ બનગી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતો. જોકે, જિતેન્દ્ર મૈસુરિયા કારમાં બેસી ઠેઠ નવસારી પહોંચી ગયો હતો. ત્યારબાદ અચાનક કારમાં બેગ મિસિંગ હોવાનું જાણતા પરત બારડોલી આવ્યા હતાં. બેગમાં રાજપૂત સમાજની વાડીના ટેક્સના ભરવા આપેલા રોકડા 60 હજાર રૂપિયા મળી કુલ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ હતો. સાથે ઓરીજનલ લાયસન્સ, આરસીબુક, પેઈનડ્રાઈવ, હાર્ડડિસ્ક તથા જરૂરી દસ્તાવેજો પણ હતાં. બારડોલી પોલીસમાં ચોરી અંગે ફરિયાદ આપતાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મંગળવારના બપોરના સમયે તસ્કરો કરતબ કરી ગયા

ગઠિયાઓ રોકડા 60 હજાર અને 25 હજાર લેપટોપ મળી 85 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો