• Gujarati News
  • National
  • મહુવાની ભક્ત શાળા શિયાળુ રમોતોત્સવમાં કબડ્ડીમાં પ્રથમ

મહુવાની ભક્ત શાળા શિયાળુ રમોતોત્સવમાં કબડ્ડીમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | મહુવા તાલુકાની અં-૧૯ શરદ શિયાળુ રમતોત્સવ ડી.વી.ડી હાઈસ્કૂલ મુકામે યોજાઈ હતી.જેમાં તાલુકાની તમામ શાળાઓએ ભાગ લિધો હતો.જેમા ૩૧ જુલાઈએ અં-૧૯ બહેનો અને ૧ ઓગસ્ટના રોજ અં-૧૯ ભાઈઓની રમત યોજયી હતી.શાળાના વ્યાયામ શિક્ષક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમા કબડ્ડીની સ્પર્ધામા બહેનો અને ભાઈઓએ પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યુ હતુ. શાળાની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડો.ઋષિકેશ ભટ્ટ, પ્રમુખ સુભાષભાઈ ભક્ત, ઉપપ્રમુખ ગમનભાઈ ઢીમ્મર, માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની રમતમા પણ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધારે એવા શુભ આશિષ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...