• Gujarati News
  • National
  • કરિયાણાવાળા પાસેથી 140 કિલો શંકાસ્પદ ગોળ ઝડપાયો

કરિયાણાવાળા પાસેથી 140 કિલો શંકાસ્પદ ગોળ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના વેહવલ ગામે સ્થાનિક પોલીસે બાતમી આધારે કરીયાણાની દુકાનમાં રેડ પાડી શંકાસ્પદ ગોળના ૭ ડબ્બા ઝડપી પાડ્યા હતા.પોલીસે કાળો રસી જેવો અને ગંધ મારતો ગોળ કબ્જે લઈ એફએસએલમા તપાસ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વેહવલ ગામે હટવાડા ફળિયામાં ચાલતી સુરેશ જેઠીમલ ગુજ્જરની કરીયાણાની દુકાનમાં અખાદ્ય ગોળ રાખેલ હોવાની બાતમી અનાવલ ઓપી ના એ.એસ.આઈ ભમરસિંહ ચૌહાણને મળી હતી. જે બાતમી આધારે શનિવારના રોજ સ્ટાફ સાથે વેહવલ હટવાળા ફળિયામા ચાલતી કરિયાણાની દુકાનમા રેડ પાડી હતી.રેડ દરમિયાન પોલીસને દુકાનમાંથી ૭ પતરાના ડબ્બા ભરેલ શંકાસ્પદ ગોળ મળી આવ્યો હતો.

સ્થળ પરથી કાળો અને દુર્ગંધ વાળો ૧૪૦ કિલો ગોળ કિંમત રૂ.૨૮૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ વધુ તપાસ માટે એફ.એસ.એલમાં મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...