• Gujarati News
  • National
  • 2 નોટિસ બાદ પણ ગામતળની જમીન પર ગેરકાયદેસર બાંધકામ વણથંભ્યું

2 નોટિસ બાદ પણ ગામતળની જમીન પર ગેરકાયદેસર બાંધકામ વણથંભ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના વલવાડા ગામે ગ્રામપંચાયતની ગામતળ ની જમીનમાં સ્ટેટ હાઈવે ને લગોલગ ગેરકાયદેસર પાકુ મકાનનુ બાંધકામ ચાલી રહ્યું છે.ગેરકાયદેસર બાંધકામ કરનારને વલવાડા ગ્રામપંચાયત દ્વારા બે નોટિસ ફટકારી છે છતા ગેરકાયદેસર બાંધકામ કરનારના પેટ ના પાણી પણ હાલતા નથી અને દબાણ દૂર કરવાને બદલે ગેરકાયદેસર બાંધકામ ચાલુ જ રાખ્યુ છે જે જોઈ સ્થાનિક રહીશોમાં ઉગ્રરોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વલવાડા ગામે દોઢ માસ પેહલા રામુભાઈ કેસવભાઈ પ્રજાપતિ એમના પુત્રના રહેવા માટે વલવાડા ગ્રામપંચાયતની ગામતળની જમીનમાં સ્ટેટ હાઈવે ની બાજુમા ગેરકાયદેસર પાકુ મકાનનુ બાંધકામ ચાલુ કર્યુ હતુ. જે ગેરકાયદેસર મકાનનુ બાંધકામ શરૂ થતા જ સ્થાનિકોમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને સ્થાનિક જાગૃત રહીશ હરિભાઈ પ્રજાપતિ દ્વારા વલવાડા તલાટી સહિત મહુવા ટીડીઓ, મામલતદાર અને પ્રાંતને લેખિત અરજી કરી ગેરકાયદેસર થતુ બાંધકામ અટકાવી આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે રજુવાત કરી હતી. ...અનુસંધાન પાના નં. 2

બાંધકામ ગામતળની જમીનમાં
વલવાડાના જાગૃત નાગરિકની વલવાડામા ગેરકાયદેસર બાંધકામ અંગેની અરજી આવતા જ જરૂરી તપાસ કરી હતી અને તપાસ દરમિયાન પંચાયત ની ગામતળની જમીનમા ગેરકાયદેસર બાંધકામ થતુ હોવાનુ બહાર આવ્યુ હતુ જેથી બાંધકામ અટકાવી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બે વાર લેખિત નોટિસ આપવામાં આવી છે છતા દબાણ દૂર ન કરાય તો પંચાયત દ્વારા ત્રીજી નોટિસ આપી જાતે ગેરકાયદેસર દબાણ દૂર કરાશે. અજિતભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી, વલવાડા

અન્ય સમાચારો પણ છે...