તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એવન ગ્લોબલ શાળામાં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી

એવન ગ્લોબલ શાળામાં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | મહુવા | મહુવા તાલુકાના અનાવલ ગામે આવેલ નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એવન ગ્લોબલ સ્કૂલ અનાવલ દ્વારા ૭૨મા સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી શુકલેશ્વર મંદિરના મહંત જનકભાઈ જોષી તેમજ શાળાના ટ્રસ્ટી કનકસિંહ પરમાર તેમજ આચાર્ય સંદિપસિંહ પરમાર અને શિક્ષકો સહિત વાલીઓની ઉપસ્થિતિમા કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ દેશભક્તિ ગીત ,ડાન્સ અને દેશભક્તિ પર રજુકરેલ નાટક જોઈ ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શાળાના આચાર્ય સંદિપસિંહ પરમાર દ્વારા આ પ્રસંગે આઝાદીમા પોતાનું યોગદાન આપનારને યાદ કરી ઉપસ્થિત સૌને સ્વાતંત્ર પર્વનુ મહત્વ સમજાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...