તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારે વરસાદમાં કાર એકતરફ ખેંચાયા બાદ પલટી ગઇ

ભારે વરસાદમાં કાર એકતરફ ખેંચાયા બાદ પલટી ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના ધામખડી અને માછીસાદડા ગામના સરપંચ પોતાની મારુતિ ફન્ટી કાર લઈ સોમવારના રોજ મહુવા આવ્યા હતા. જ્યાંથી સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ૫:૩૦ વાગ્યાના અરસામાં વસરાઈ ગામની સીમમાં વરસાદમાં કાર અચાનક એક તરફે ખેંચાઈ હતી અને માર્ગની સાઈડે ઉતરી પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બંને ગામના સરપંચનો ચમત્કારીક બચાવ થયો હતો. સ્થાનિકો દ્વારા ત્વરિત ઘટના સ્થળે આવી કારમાંથી સરપંચોને બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...