એસટી બસમાં બિયરના 12 ટીન લઈ જતો કંડક્ટર ઝડપાયો

બારડોલી એસટી ડેપોમાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગમાં નાસીકથી અમદાવાદ જતી બસમાં તપાસ કરતાં ડ્રાઈવરના કેબિન પાછળ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:11 AM
એસટી બસમાં બિયરના 12 ટીન લઈ જતો કંડક્ટર ઝડપાયો
બારડોલી એસટી ડેપોમાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગમાં નાસીકથી અમદાવાદ જતી બસમાં તપાસ કરતાં ડ્રાઈવરના કેબિન પાછળ એક કાપડમાં વિટાળેલી 12 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતાં. આ બિયર ફરજ પર કંડક્ટર લાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિભાગીય પરિવહન અધિકારી દેવાભાઈ નરસિંગભાઈ રિંજયા સુરત વિભાગના સુરક્ષા અધિકારી અશોકકુમાર ગોવિંદભાઈ ચૌધરી તથા બારડોલી એસટી ડેપો મેનેજર મિલનભાઈ વિરમભાઈ વાઢેરને બાતમ મળી હતી. જેથી મધ્યરાત્રિના બારડોલીના એસટી ડેપોમાં વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 1.45 વાગ્યે નાસીકથી અમદાવાદ જતી એસટી બસ નં (GJ-18Z-1987)માં અધિકારીઓએ તપાસ કરતાં ડ્રાઈવર કેબિનની પાછળ ભાગે છાજલીમાં કાપડથી વીટાળેલા 12 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતાં. મહારાષ્ટ્રમાંથી બસના ફરજ બજાવતાં કંડક્ટર શેરસિંગ હરીચંદ્ર કટારા (બે નં 73 અમદાવાદ વિભાગ, ડેપો) આ ટીન લાવ્યો હોવનું બહાર આવતાં એટીઆઈ પુનિતભાઈ ચૌધરીએ બારડોલી પોલીસમાં ફરિયાદ કંડક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
એસટી બસમાં બિયરના 12 ટીન લઈ જતો કંડક્ટર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App