• Gujarati News
  • National
  • કારે પુરઝડપે આવી બાઇકને પાછળથી ટક્કર મારતા તકરાણીના યુવકનું મોત

કારે પુરઝડપે આવી બાઇકને પાછળથી ટક્કર મારતા તકરાણીના યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના તરકાણી ગામે રહેતા આધેડ પોતાની મોટરસાયકલ લઈ મજૂરી કામે જઈ રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલકે પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ગંભીર ઘવાતા ત્વરિત તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનુ કમકમાટી ભર્યુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

મહુવા તાલુકાના તરકાણી ગામે ખાખર ફળિયામા રહેતા કાંતુભાઈ નગીનભાઈ પટેલ (૫૫) ગત તા-૨૩-૦૭-૨૦૧૮ના રોજ પોતાની મોટરસાયકલ (GJ -19K-8657 ) લઈ મજૂરી કામે જઈ રહ્યા હતા તે દરમિયાન તરકાણી ગામની સીમમાં નહેર નજીક સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામા એક કાર (GJ-5JS-3403 )ના ચાલકે પોતાના કબજાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ ચલાકને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક

...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...