Home » Daxin Gujarat » Surat District » Mahuva » અંબાજીથી ઉંમરગામ સુધી 15 જિલ્લામાં 90 લાખ આદિવાસીઓ વસવાટ કરે છે

અંબાજીથી ઉંમરગામ સુધી 15 જિલ્લામાં 90 લાખ આદિવાસીઓ વસવાટ કરે છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:11 AM

મહુવા તાલુકાના ભગવાનપુરામાં આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

  • અંબાજીથી ઉંમરગામ સુધી 15 જિલ્લામાં 90 લાખ આદિવાસીઓ વસવાટ કરે છે
    ‘આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન રહ્યું છે, આ સમાજના લડવૈયાઓએ દેશ કાજે આપેલા બલિદાનની ઇતિહાસમાં નોંધ લેવાઈ છે. રાજ્યના વિકાસમાં પણ આદિવાસીઓનો ફાળો નોંધપાત્ર છે. આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઊભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હરહંમેશ કાળજી રાજ્ય સરકારે રાખી છે.’

    આદિવાસી સમાજની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને ટકાવવા માટે ૯મી ઓગસ્ટે યુનો દ્વારા ઘોષિત આદિવાસી દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજ રોજ મહુવા તાલુકાના ભગવાનપુરા-વાંક ખાતે પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મંત્રી રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યા અગાઉ પ્રાથમિક શિક્ષણ મેળવવું દુષ્કર હતું. તેવા આદિજાતિ વિસ્તારમાં આજે સરકારના અથાગ પ્રયાસોથી શહેરની સમકક્ષ શિક્ષણ સુલભ બન્યું છે.

    પ્રકૃતિ સાથે નિકટનો નાતો ધરાવતાં આદિવાસી સમાજની ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર સાચવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં ૧૫ જિલ્લાઓમાં ૯૦ લાખ આદિવાસીઓ વસે છે, જેમનું ગુજરાતની વિકાસયાત્રામાં પણ મહામૂલું યોગદાન રહ્યું છે. રાજ્યની ૧૫ ટકા જેટલી આદિવાસી વસ્તીની ચિંતા સેવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪૫,૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ સમાજના આમૂલ પરિવર્તન માટે નિમિત્ત બન્યા. સમારોહમાં આદિવાસી સાંસ્કૃતિક કલામંડળ દ્વારા મંત્રી સહિત મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ છેડીને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા, આદિવાસી નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટથી વાતાવરણ જીવંત બન્યું હતું. આદિવાસી સમાજની ઓળખ સમાન તીર-કમઠાં સાથે ઉપસ્થિત યુવાનો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ