• Gujarati News
  • National
  • મહુવાનાં બે ગામોમાં તસ્કરોનો આતંક

મહુવાનાં બે ગામોમાં તસ્કરોનો આતંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના કોષ ગામે આવેલ મંદિરમાં અને બામણિયા ગામે આવેલ જે. એસ. ડી કોમ્પ્લેક્ષની બે દુકાનમાં ગત રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ખાતર પાડી જતા ચકચાર મચી ગઈ છે. બામણિયા બે દુકાનમાંથી અંદાજિત દસ હજાર અને કોષ મંદિરમાંથી દાનપેટી તોડી તસ્કરો કેટલાની મત્તા લઈ ગયા એ હજી જાણી શકાયું નથી.

ગત રાત્રી દરમિયાન મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ જે.એસ.ડી કોમ્પ્લેક્ષમાં આવેલ હિંદુસ્તાન હાર્ડવેર પ્લાયવૂડ એન્ડ ઈલેક્ટ્રિક દુકાન અને માતાજી સુપર માર્કેટને તસ્કરોએ નિશાન બનાવી હતી. એક દુકાનનું શટર ઊંચકી અને દુકાનની પાછળની બારી તોડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતાં. બંને દુકાનનો તમામ સામાન વેરવિખેર કરી અંદરથી દસ હજારની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે બુધવારે સવારે દુકાન માલિકને જાણ થતા ત્વરિત મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસે ઘટના સ્થળે આગળની કાર્યવાહી આદરી હતી. જ્યારે બીજા બનાવમાં મહુવા તાલુકાના કોષ ગામે દેસાઈ ફળિયામા આવેલ હનુમાનજી મંદિર અને મહાદેવના મંદિરમાં રાત્રી દરમિયાન તાળુ તોડી મંદિરમાં ઘૂસી મંદિરની ત્રણ દાનપેટી તોડી અંદરથી રોકડ રકમ લઈ પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે બુધવારે સવારે ગ્રામજનોને જાણ થતા ત્વરિત મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કોષ ગામે તસ્કરોએ નિશાન બનાવેલા મંદિર અને બામણિયા દુકાન. તસ્વીર - જયદીપસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...