તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશનું બંધારણ સળગાવનારા સામે કડક કાર્યવાહીની માંગ

દેશનું બંધારણ સળગાવનારા સામે કડક કાર્યવાહીની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના જંતરમંતર પર અમુક દેશદ્રોહી તત્વો દ્વારા દેશના બંધારણને સળગાવવા તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે મહુવા તાલુકાનાં એસ.સી./એસ.ટી.સંગઠનો દ્વારા મહુવા મામલતદારને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગત 9/8/2018ના રોજ દિલ્હીના જંતરમંતર ખાતે અમુક રાષ્ટ્રદ્રોહી તત્વો દ્વારા ભારતના બંધારણની કોપી સળગાવવામાં આવી હતી. આ ઉપરાંત કરોડો લોકોના આસ્થાના પ્રતિક અને ભારતના સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે પણ અશોભનીય અને હિનકક્ષાની ટિપ્પણી કરવામાં આવી હતી. જેના કારણે દેશના કરોડો લોકોની લાગણીને ઠેસ પહોંચી હતી. લોકો વચ્ચે વર્ગ વિગ્રહ ફાટી નીકળે તથા દેશની લોકશાહી ઉપર જોખમ ઊભું થાય તે પ્રમાણેની ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે સરકાર દ્વારા કે કહેવાતા રાષ્ટ્રવાદીઑ દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એક પ્રકારે દેશના સંવિધાનને નષ્ટ કરવાનું ષડયંત્રના ભાગ રૂપે દેશમાં આ પ્રકારે વિઘટનકારી પ્રવૃત્તિ થઈ રહી હોવાનો આરોપ પણ આવેદન પત્રમાં લગાવવામાં આવ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સંવિધાન ઉપર આજે જોખમ ઊભું થયું છે. જેથી આવું કૃત્ય કરનાર સામે સેડિશન એક્ટ અંતર્ગતસખત સજા કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...