• Gujarati News
  • National
  • કાંકરિયામાં માત્ર દોઢ વર્ષ પહેલાં બનેલું ગરનાળું સંપૂર્ણ ધોવાયું

કાંકરિયામાં માત્ર દોઢ વર્ષ પહેલાં બનેલું ગરનાળું સંપૂર્ણ ધોવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના કાંકરિયા ગામે નદી ફળિયામાં આવેલું ગરનાળું ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. દોઢ વર્ષ પહેલા બનેલું ગરનાળું બીજા વરસાદે જ ધોવાઈ ગયું હતું. જેના પરિણામે કામગીરી કરનાર એજન્સી અને તંત્રની મિલીભગતની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગરનાળું ધોવાતાં સ્થાનિકોમાં આવી ભ્રષ્ટ કામગીરી કરનાર અને સરકારી તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો.

મહુવા તાલુકાના કાંકરિયા ગામે વરસાદિ પાણીના નિકાલ માટે અંદાજિત દોઢ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે નદી ફળિયામા રહેતા હનિફભાઈ પઠાણના ઘર નજીક ગરનાળુ બનાવવામાં આવ્યુ હતુ. જે ગરનાળું બનાવનાર એજન્સી અને કામગીરીની દેખરેખ રાખનાર સરકારી બાબુઓની મિલીભગતમાં આચરાયેલી ભ્રષ્ટ કામગીરીની પોલ બીજા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ હતી. કાંકરિયા ગામે બે દિવસથી સતત વર્ષી રહેલ વરસાદના પરિણામે આ ગરનાળુ સંપૂર્ણ ધોવાઈ ગયુ હતુ. કામ કરનાર એજન્સીની આ લોલમપોલ કામગીરીના પરિણામે ગરનાળુ સંપૂર્ણ ધોવાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

લાખો રૂપિયાના માતબર ખર્ચે બનેલુંં ગરનાળું ધોવાઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જેના પરિણામે નદી ફળિયામાં રહેતા ચારથી પાંચ પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમજ શાળાએ જતાં બાળકોએ પણ ઘરે બેસવાની નોબત આવી છે. પાણીનો યોગ્ય નિકાલ અટકશે, જેના પરિણામે કાંકરિયા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા પણ રહેલી છે. ત્યારે જવાબદાર તંત્ર આવી ભ્રષ્ટ કામગીરી કરનાર એજન્સી સામે કડક કાર્યવાહી હાથ ધરી સબક શિખવાડે એવી પ્રબળ માંગ સ્થાનિકો સેવી રહ્યા છે.

બાળકો શાળાએ જઈ શકતા નથી
ગુરુવારના રોજ આ ગરનાળું સંપૂર્ણ ધોવાઈ જતાં અવરજવર બંધ થઈ છે. બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. આ ગરનાળુની બનાવટમાં આચરાયેલી ભ્રષ્ટ કામગીરી અંગે તલાટીનુ ધ્યાન દોરતા અઢી લાખમાં તો આવુ જ કામ થાઈ એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો. હનિફભાઈ પઠાણ, સ્થાનિક રહિશ, કાંકરિયા

કાંકરિયા નદી ફળિયામાં વરસાદમાં સંપૂર્ણ ધોવાયેલું ગરનાળું.

અન્ય સમાચારો પણ છે...