તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારતાડ ગામના રહેણાંક વિસ્તારમાં ફ્યૂઝ વિનાની ખુલ્લી ડીપી સ્થાનિકો માટે જોખમી

બારતાડ ગામના રહેણાંક વિસ્તારમાં ફ્યૂઝ વિનાની ખુલ્લી ડીપી સ્થાનિકો માટે જોખમી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના બારતાડ ગામે રહેણાંક વિસ્તારમાં ફ્યુઝ વિનાની ખુલ્લી ડીપી સ્થાનિક રહીશ અને પાલતુ પશુઓ માટે દિનપ્રતિદિન અત્યંત જોખમી નીવડી રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ ખુલ્લી ડીપી ફ્યુઝ નાંખી સુરક્ષિત કરે એવી પ્રબળ માંગ સ્થાનિક રહીશો સેવી રહ્યાં છે.

મહુવા તાલુકાના બારતાડ ગામે આવેલ ફળિયામાં મુખ્ય માર્ગની બાજુમાં ટ્રાન્સફોર્મર સાથેની ડીપી તંત્ર દ્વારા મુકવામાં આવી હતી. તંત્ર દ્વારા આ ડીપી મુકાયા બાદ ધીરેધીરે ડીપીના દરવાજા અને ફ્યુઝ ગાયબ થઈ ગયા હતાં. જેના પરિણામે હાલ આ ફ્યુઝ વિનાની ખુલ્લી ડીપી સ્થાનિક રહીશો માટે અત્યંત જોખમી નીવડી રહી છે. ખુલ્લી ડીપી અત્યંત નીચે હોવાથી નાના બાળકો ઉપરાંત દૂધાળા પાલતું પશુઓ માટે પણ અત્યંત જોખમી નીવડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ ફ્યુઝ વિનાની ખુલ્લી ડીપીના પરિણામે નાના બાળકો પણ ખૂલીને રમી શકતા નથી. આ ઉપરાંત દૂધાળા પશુઓ ડીપી નજીક પહોંચી ન જાય તે માટે સ્થાનિકો દ્વારા અવાર નવાર કાંટા પણ નાંખવામાં આવ્યા છે. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા તેની મરામતની કામગીરી હાથ ધરાઈ નથી. ત્યારે અત્યંત જોખમી નીવડતી આ ફ્યુઝ વિનાની ખુલ્લી ડીપીની તંત્ર દ્વારા સત્વરે મરામતની કામગીરી હાથ ધરી સ્થાનિકોને ભયમુક્ત કરે એ અત્યંત જરૂરી છે.

બારતાડ ગામે સ્થિત જોખમી વીજ ડીપી.

અન્ય સમાચારો પણ છે...