તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mahuva પાલગભાણ ગામે અજાણ્યા વાહનની ટક્કરે અનાવલના યુવાનનું મોત થયું

પાલગભાણ ગામે અજાણ્યા વાહનની ટક્કરે અનાવલના યુવાનનું મોત થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ નજીક આવેલા પાલગભાણ ગામે ગત મોડીરાત્રે અનાવલના યુવાનનું બાઈક ઉપર ઘરે પરત ફરતી વેળાએ કોઇક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રસ્તા ઉપર ફંગોળાતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.

મહુવા તાલુકાના અનાવલના ડીગરીમોરા ફળિયામાં રહેતો વિશાલ જયેશભાઇ પટેલ (ઉ.વ.25) ઘરેથી મોડી રાત્રે 12.30ના સુમારે તેની મા કમળાબેનને કહીને બાઈક (નં. જીજે-19-એક્યુ-0426) લઈ અનાવલ ભીનાર રોડ તરફ ગયો હતો. પોતાના ઘરે પરત ફરતી વેળાએ ઉનાઈ નજીક ભીનાર-અનાવલ રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિશાલ બાઈક ઉપરથી ફંગોળાઈ રસ્તાની બાજુના ઝાડીમાં પડતા ઘટનાસ્થળે મોત થયું હતું. સવારે લોકોને ખબર પડતાં ટોળું ભેગું થઈ ગયું હતું અને પોલીસને જાણ કરતા જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકનો નાનોભાઈ સુનિલ પટેલે પોલીસમાં ફરિયાદ આપતા વાંસદાના સિનિ. પોસઈ જે.વી.ચાવડાએ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ ફંગોળાય ગયેલી બાઇક.

અન્ય સમાચારો પણ છે...