• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Mahuva
  • ગાંગડીયા પંચાયત કેચરીના બોરમાંથી મોટરની ચોરી કરનારા બે ઝડપાયા

ગાંગડીયા પંચાયત કેચરીના બોરમાંથી મોટરની ચોરી કરનારા બે ઝડપાયા

ગાંગડીયા પંચાયત કેચરીના બોરમાંથી મોટરની ચોરી કરનારા બે ઝડપાયા

DivyaBhaskar News Network

May 14, 2018, 03:00 AM IST
મહુવા તાલુકાના ગાંગડીયા ગામે આવેલ પંચાયત ઘરના બોરમાં મુકેલ સબ મર્સિબલ મોટર પંપ ચોરનાર ગામના જ બે ઈસમોને મહુવા પોલીસે ઝડપી પાડ્યા હતા.બનેવ તસ્કરોએ મોટર ચોરી શેરડીના ખેતરમાં સંતાડી દિધી હતીજે પણ પોલીસે કબ્જે લય આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંગડીયા ગામે નવા ફળિયામાં આવેલ પંચાયત ઘરના બોરમા પાણી કાઢવા માટે સબમર્શિબલ મોટર પંપ મુકવામાં આવ્યો હતો. જે પંપ ગત તા - ૪/૦૫/૨૦૧૮ના રોજ રાત્રીના ૧૦ વાગ્યા બાદ કોઈ અજાણ્ય ઈસમ ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.૧૭ હજારની મત્તાની મોટર ચોરી અંગે સરપંચ સચિનભાઈ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા મહુવા પોલીસે મોટર ચોરી અંગેનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરો સુધી પોહચવાની કવાયત આદરી હતી.તપાસ દરમિયાન મહુવા પોલીસને ગાંગડીયા ગામના જ બે યુવાનોએ ચોરી કરી હોવાનુ બહાર આવતા.મહુવા પોલીસે ગાંગડીયા ગામે જઈ નવા ફળીયામા રહેતા જીતેશભાઈ ગણપતભાઈ પટેલ અને દિપકભાઈ મહેશભાઈ પટેલ ને ઝડપી પાડી ચોરી અંગેની કડક પુછતાછ હાથ ધરી હતી. પોલીસની પુછતાછ દરમ્યાન બનેવ યુવાનો ભાંગી પડ્યા હતા અને મોટર ચોરી કરી નજીકના શેરડીના ખેતરમાં સંતાડી હોવાની કબૂલાત કરતા મહુવા પોલીસે આરોપીને સાથે લઈ જઈ મોટર ખેતરમાંથી બહાર કઢાવી કબ્જે લીધી હતી. અને મોટર ચોરનાર બન્નેવ યુવાનની ધરપકડ કરી છે.

X
ગાંગડીયા પંચાયત કેચરીના બોરમાંથી મોટરની ચોરી કરનારા બે ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી