ઉમરામાં લો લેવલ પુલની જગ્યા પર 23.84 કરોડનો હાઈલેવલ પુલ બનશે

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:36 AM IST
Mahuva - ઉમરામાં લો લેવલ પુલની જગ્યા પર 23.84 કરોડનો હાઈલેવલ પુલ બનશે
મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર ૨૩.૮૪ કરોડના માતબાર ખર્ચે જુના લો લેવલ પુલના સ્થાને હાઈ લેવલ પુલ બનશે. ફૂટપાથ સાથે બનનાર આ પુલ ૧૫.૬૫૦ મીટર પહોળો અને ૩૭૭.૫૦ મીટર લાંબો બનશે. આ હાઈ લેવલ પુલ બનતાની સાથે ઉમરા તેમજ આજુબાજુના ગ્રામજનોને લો લેવલ પુલના કારણે પડતી હાલાકી દૂર થશે. પુલનું નિર્માણ કરનાર એજન્સી પણ નક્કી થઈ ગઈ છે જેના પરિણામે ટૂંક સમયમાં નવા પુલ નિર્માણની કામગીરી શરૂ થશે જેને લઈ ગ્રામજનોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી પર વર્ષો પહેલા ગાયકવાડી સમયમાં પુલ બનાવવામાં આવ્યો હતો.મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર બનાવવામા આવેલ આ પુલ આજના સમયમાં અત્યંત સાંકળો તેમજ લો લેવલનો હોવાથી વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.આ ઉપરાંત વર્ષો જૂનો પુલ હોવાથી પુલના પાયાના સળિયા પણ બહાર આવી ગયા હતા અને સ્લેબ પણ ઉખડી ગયો હતો જેના પરિણામે આ લો લેવલ પુલ વાહન ચાલકો માટે જોખમી પણ સાબિત થઈ રહ્યો હતો.જેથી સ્થાનિકો દ્વારા નવા હાઈ લેવલ પુલની માંગ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને કરી હતી.ગ્રામજનોની આ રજુવાત અંગે ત્વરિત મહુવા ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં ધારદાર રજુવાત કરી હતી અને ઉમરા ગામે અંબિકા નદી પર નવા હાઈ લેવલ પુલ માટે કરોડો રૂપિયા મંજુર કરાવ્યા હતા.પુલ મંજુર થતા જ ગ્રામજનો અને વાહન ચાલકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

હાઈ લેવલ પુલ મંજુર થતા જ તંત્ર પણ કામગીરીમાં મંડી પડ્યું હતુ.સર્વેની કામગીરી દરમિયાન પુલના સ્થળ નક્કી કરવા બાબતે અધિકારીઓને અનેક મુશ્કેલીનો સામનો ...અનુ. પાના નં. 2

અંબિકા નદી પર આવેલો આ જૂનો લો લેવલ પુલ તોડી નવો પુલ બનાવાશે.

આ રીતે તૈયાર કરાશે નવો પુલ

15.650

મીટર પોહળો

377.50

મીટર લાંબો

18મહિનાની સમયમર્યાદા

મધર ઈન્ડિયા ડેમને નુકસાની થયા વિના પુલનું નિર્માણ થશે

ઉમરા ગામના સરપંચ તથા ગ્રામજનોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુવાત કરી આ પુલ નિર્માણ ગાયકવાડી સમયનો ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમને ખંડિત કે તોડ્યા વિના બનાવવામા આવે એવી માંગ કરી હતી.આ ઉપરાંત આ ડેમ તૂટે તો ઉમરા તેમજ આજુબાજુના ચાર પાંચ ગામના ૯૦ ટકા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમા મુકાઈ જાય એમ છે અને આ ડેમ પર નભતી છ જેટલી પિયત મંડળીઓએ પણ પાણી માટે વલખા મારવા પડે જેના પરિણામે ઘણા ખેડૂતોને અને પશુપાલકોએ આત્મવિલોપન કરવાનો વારો આવે એમ જણાવી નવો પુલ ડેમની પશ્ચિમ દિશામાં બનાવવાની માંગ કરી હતી.

પાકા ડાઇવર્ઝનના નિર્માણ બાદ જ જુનો પુલ તોડાશે

પુલ નિર્માણ દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પેહલા પાકુ ડાયવર્ઝન બનાવવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ ડીમોલેશન કર્યા વિના કે ડેમને તોડ્યા વિના આ નવો પુલ બનાવવામાં આવશે. પી.આર.ચૌધરી, ડી.ઈ. સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ,બારડોલી

X
Mahuva - ઉમરામાં લો લેવલ પુલની જગ્યા પર 23.84 કરોડનો હાઈલેવલ પુલ બનશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી