• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Mahuva
  • Mahuva મહુવા તાલુકામાં રૂપિયા 1.12 કરોડ ખર્ચે બનેલા 8 પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

મહુવા તાલુકામાં રૂપિયા 1.12 કરોડ ખર્ચે બનેલા 8 પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:36 AM IST
Mahuva - મહુવા તાલુકામાં રૂપિયા 1.12 કરોડ ખર્ચે બનેલા 8 પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
મહુવા તાલુકામા કરોડો રૂપિયાના માતબાર ખર્ચે બનેલ ૮ ગામોના નવા અદ્યતન પંચાયત ઘરનુ લોકાર્પણ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહુવા ધારાસભ્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી અને તાલુકામાં કરાયેલ વિકાસના કામોથી ઉપસ્થિત જનતાને માહિતગાર કર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગ્રામજનોની રજુવાત આધારે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા કરોડો રૂપિયાના નવા પંચાયત ઘર સરકારમાંથી મંજુર કરાવ્યા હતા. આ પંચાયત ઘરના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત બાદ તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવતા તેની લોકાર્પણ વિધિ ૧૪ સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ ૧૭૦મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામા આવ્યા હતા. કઢૈયા , વસરાઈ, સણવલ્લા, ઝેરવાવરા, વાઘેશ્વર, અંધાત્રી, મુડત અને કાની ગામના ૧.૧૨ કરોડના ખર્ચે બનેલ કુલ ૮ પંચાયત ઘરોનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મહુવા ધારાસભ્ય દ્વારા ઉપસ્થિતસૌને સરકારની વિવિધ યોજના અને વિકાસના કામો અંગે માહિતગાર કર્યા હતા.અને આવનાર દિવસોમા મહુવા વિધાનસભા મત વિસ્તારમાં થનાર વિવિધ વિકાસના કામો અંગે પણ માહિતગાર કર્યા હતા જે સાંભળી ઉપસ્થિત સૌ આનંદિત થઈ ગયા હતા.

મહુવા ધારાસભ્યના હસ્તે ગ્રામ પંચાયતનું ઉદ્‌ઘાટન

X
Mahuva - મહુવા તાલુકામાં રૂપિયા 1.12 કરોડ ખર્ચે બનેલા 8 પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી