ભાસ્કર ન્યૂઝ. કીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કીમ

કીમનદી પર તસ્કરો દ્વારા એગ્રીકલ્ચર અને ગ્રામ પંચાયતના વોટર વર્કસની ટીસી અને તેમાંથી કોપર, ઓઈલની ચોરી થઈ હતી, જેને કારણે કીમ વિસ્તારમાં પીવાના પાણી માટે ફાંફાં પડવાના દિવસો આવે તો નવાઈ નહીં.

અંગે મળતી વિગત મુજબ કીમ નદી ઉપર ગતરાત્રીના કેટલાક તસ્કરો દ્વારા કીમ ગ્રામ પંચાયતના વોટર વર્કસની ટીસીમાંથી સામાન તથા ઓઈલની ચોરી કરી ગયા હતાં. અંગે મળતી વિગત અનુસાર રાત્રીના ચાલુ વીજલાઈને ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું. તેમાંથી તસ્કરોએ બે ખેડૂતોની એગ્રીકલ્ચર કનેકશન ટીસી અને પંચાયતના વોટર વર્કસની ટીસીમાંથી સામાનની ચોરી કરી ગયા હતા.

ચોરી થતાની સાથે ફરી એક વાર કીમ નદી વિસ્તારમાં ડીપી ચોર તસ્કરો સક્રીય થઈ રહ્યાં છે. કીમ પંચાયતની ટીસી, સીયાલજ, કોસંબા હદ વિસ્તારમાં આવેલ છે. તસ્કરો ઓઈલ અને કોપર વાયરો ચોરી જતાં બીજા દિવસે કીમ નદીમાંથી આવતું પીવાનું પાણી કીમ નગરજનોને મળવામાં તકલીફ વેઠવી પડી હતી.

18000થી વધુ વ્યક્તિ ધરાવતાં નગરમાં ઉપરોક્ત ચોરીને કારણે પ્રજાએ પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતાં. પંચાયતને જાણ થતાં તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. અને કીમ પોલીસ ચોકી તેમજ ડીજીવીસીએલ કોસંબાને ફરિયાદ આપી હોવાનું જાણવા મળેલ છે.

રાત્રિના ઉપરોક્ત નદી કિનારાના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.

કીમમાં વોટર વર્કસના ટ્રાન્સ્ફોર્મરની ચોરી

પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માગ

કીમમાં વીજપુરવઠો ખોરવાતા લોકોને પીવાના પાણીના ફાંફાં

કીમ નદી કિનારે ટીસીની ચોરી કરી હતી.