તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બનેવીએ સાળાનો બોગસ પાવર બનાવી પ્લોટ સંબંધીના નામે કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનેવીએ સાળાનો બોગસ પાવર બનાવી પ્લોટ સંબંધીના નામે કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના કોસંબા ગામની સીમમાં આવેલ બ્લોક નં સરેવનં 945 વાળી જમીનમાં કરવામાં આવેલ પ્લોટિંગમાં પ્લોટ નં 24ના મૂળ માલિકના બનેવીએ બોગસ પાવરના આધારે કાકાભાઈ અને ભાભીના નામે દસ્તાવેજકરાવી પ્લોટ પચાવી પાડવાની ઘટના અંગે સાળાએ બનેવી તેમજ તેના કાકાભાઈ અને ભાભી વિરુદ્ધ ફરિયાદ આપતાં ચકચાર મચી ગઈ હતી.

અંગે કોસંબા પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના કોસંબા ગામે આવેલ બ્લોક નં સરવે નં 945 વાળી જમીનમાં કરવામાં આવેલ પ્લોટિંગમાં 24 નંગરનો પ્લોટ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના મોહંમદ ફારૂક અમીરખા પઠાણ નાઓએ 1995માં લીધો હતો. અને જેનો વહીવટ માંગરોળ તાલુકાના કોસંબા ગામે દોળીયા ફળિયામાં રહેતા મોઈન અબ્દુલ અહેમદ શેખ કે જેઓ ફારૂક પઠાણના બેનેવી હોય તેઓ કરતાં હતાં.

ફારૂકભાઈને રૂપિયાની જરૂર હોય તેઓ પ્લોટ વેચવા માટે કાર્યવાહી શરૂ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના સગા બનેવીએ તેની સાથે વિશ્વાસઘાત કરી પ્લોટનો બોગસ પાવર ઓફ એટર્નીબનાવી મોઈને તેના કાકભાઈ મહેબુબઅલી સલામતુલ્લા શેખ તથા તેની પત્ની ફરજાનાબાનુ મહેબુબઅલી શેખના નામે દસ્તાવેજ 2001માં કરી લીધો હતો. અને ત્યારબાદ દસ્તાવેજને આધારે કોસંબા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પાસે પ્લોટની એન્ટ્રી સર્ટીફાઈડ કરી પ્લોટ પચાવી લીધો હતો. જે અંગે ફારૂકભાઈએ જિલ્લા પોલીસવડાને અરજી કરી હોય અરજીની તપાસને આધારે મહેબુબ અલીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની હકીકત જાણવા મળતા ફારૂક પઠાણે મોઈન શેખ, મહેબુબ અલી શેખ તથા ફરજાના વિરુદ્ધ ખોટી સહી કરી ખોટો પાવર બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી પ્લોટ પચાવી પાડવા અંગે 465, 467, 468, 471, 120 (બી) મુજબ ફરિયાદ નોંધાતાં કોસંબા પીએસઆઈ એચ. બી. પટેલે તપાસ હાથ ધરી છે.

માંગરોળ તાલુકાના કોસંબામાં આવેલો પ્લોટ મે‌ળવવા કારસો રચ્યો

ખોટા પાવર બનાવી ભાભી -કાકાભાઈના નામે પ્લોટનો દસ્તાવેજ કરાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો