Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોસંબા પંથકમાં ત્રણ ગામોમાંથી એગ્રિકલ્ચર ટ્રાન્સફોર્મરની ચોરી
માંગરોળતાલુકાના કોસંબા પંથકમાં ફરી ટ્રાન્સફોર્મર ચોરતી ટોળકી સક્રીય બની છે. માંગરોળ તાલુકાના હથુરણ, બોરીદ્રા અને ધામરોડ ગામની સીમાં ખેતરાડી વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોર્મરની 1.32 લાખનું નુકસાન કરી 4.52 લાખના ટ્રાન્સફોર્મર તસ્કરો ચોરી ગયાની ઘનટા સામે આવી છે.
માંગરોળ તાલુકામાં એગ્રીકલ્ચર લાઈનના ટ્રન્સફોર્મર ચોરતી ટોળકીનો સૌથી વધુ આંતક છે. ખાસ કરીને કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોમાં ટોળકી વધુ સક્રીય છે. ચોમાસા દરમિયાન ખેતરાડી વિસ્તારોમાં ખેડૂતોની અવર જવર ઓછ થતાં ટોળકી સક્રીય થઈ જાય છે. ગત જૂન મહિનાની 9 તારીખથી 22 જુન સુધીમાં તસ્કરોએ કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તરસાડી, હથુરણ, ધામરોડ, જેવા ગામોમાં એગ્રીકલ્ચર લાઈનના ટ્રાન્સફોર્મર તસ્કરો રાત્રિ દરમિયાન ચોરી કરી ગયા છે. અંદાજિત 1,32,000 રૂપિયાની કિંતનું ઓઈલ ટ્રાન્સફોર્મરમાંથી ઢોળી નાંખ્યું હતું. અને વીજ કંપનીને નુકસાન કર્યુ છે. ઉપરાંત તેમણે ટ્રાન્સફોર્મરમાંથી 4,52,000 રૂપિયાના કિંમતની કોપરની ચોરી કરી ગયા હતાં. ટ્રાન્સફોર્મર ચોરતી ટોળકી ફરી સક્રીય થતાં ફરી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેમ છે.
આવનારા દિવોસો પોલીસ માટે પણ ટોળકી પડકાર રૂપ બને તેમછે. ભૂતકાળમાં સુરત જિલ્લા પોલીસને ટોળકીએ પરસેવો પડાવ્યો હતો. હાલમાં થયેલી ચોરી અંગે વીજ કંપનીના અધિકારી વસંતભાઈ ભગતે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તરસાડીમાંથી પણ ત્રણ ટ્રાન્સફોર્મરની ચોરી થઇ
એગ્રીકલ્ચરલાઈનના ટ્રાન્સફોર્મર ચોરતી ટોળકીએ તરસાડી નગરના ખેતરાડી વિસ્તરામાં આવેલ એગ્રીકલ્ચર લાઈનના ટ્રાન્સફોર્મરને ગત 8મીથી 24મી મે દરમિયાન નિશાન બનાવી 3 ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી અંદાજિત 40 હજારનું ઓઈલ ઢોલી ટ્રાન્સફોર્મરમાંથી 1.39 લાખના કોપરની ચોરી કરી ગયા હતાં.
હથુરણ ધામરોડ, બોરીદ્રા ગામેથી 4.52 લાખની ચોરી