તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અગાઉ ATM તોડનારા બે આરોપી હવે લોકઅપ તોડીને ભાગી છૂટ્યા !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગાઉ ATM તોડનારા બે આરોપી હવે લોકઅપ તોડીને ભાગી છૂટ્યા !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનના પોલીસ લોકઅપમાંથી મંગળવારે મળસકે 4.00 વાગ્યાની આસપાસ સમગ્ર ગુજરાતમાં એટીએમ ચોરીને હાહાકાર મચાવનર ટોળકીના બે સાગરીતો કે જેઓ હાલ બારડોલીના એસબીઆઈ બેંકના એટીએમ ચોરીના ગુનામાં રિમાન્ડ પર હોય બંને આરોપી લોકઅપના દરવાજા પર મારવામાં આવેલ હાથકડી ખોલી નાંખી ભાગી છૂટ્યાની ઘટનાએ ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં એટીએમ મશીન તોડીને ચોરી કરીને હાહાકાર મચાનાર ટોળકીના મુખ્ય સૂત્રોધાર રામપ્રકાશ રામમુરત બિંદ (કેવટ) (27) (રહે. કલ્પતાનગર, એસટી બસ સ્ટેન્ડ પાછળ પ્રેમ યાદવ સ્કૂલની બાજુમાં મકરપુરા, વડોદરા) ચેતન શિવાજી પરમાર (28) (રહે. સહજાનંદ સોસા. લવકુશ નગરીની આગલ સ્વામીનારાયણ મંદિર સામે વડસર રોડ જીઆઈડીસી વડોદરા, મૂળ રહે. રાજુપરા, જિ. તા. વડોદરા)નાઓને ગત 30 જુનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી લીધા હતાં. ટોળકીનો મુખ્ય સાગરીત રામપ્રકાશ બિંદ હોવા હોવાનું બહાર આવ્યું હતું. જેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આગળ પ્રાથમિક તપાસ અન્ય સાગરીતો સાથે સમગ્ર ઘરફોડ ચોરી, વાહનચોરી ઉપરાંત એટીએમ ચોરી મળી 16 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. જેમાં 8 એપ્રિલના રોજ બારડોલીના ગાંધીરોડ ખાતે એસબીઆઈનું એટીએમ મશીન તોડી 17 લાખની ચોરી ઉપરાંત 25મી મેના રોજ કીમ ચોકડી ઉપર યુનિયન બેંકમાં એટીએમ તોડી 1.85 લાખની ચોરીની કબૂલાત કરી હતી. પ્રથમ કોસંબા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યા બાદ રિમાન્ડ પુરા થતાં બારડોલી પોલીસે બારડોલીની ચોરી પ્રકરણમાં આરોપીનો કબજો મેળવી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર હતાં. 18મી રાત્રિ દરમિયાન બારડોલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં એટીએમ ચોરીના આરોપી ચેતન પરમાર અને રામ પ્રકાશ બિંદ તેમજ પ્રોહીબિશનના ગુનાનો લિસ્ટેડ બુટલેગર વિશ્વાસભાઈ ભીમરાવ બડોગે હતાં. લોકઅપનના દરવાજા ઉપર પોલીસ દ્વારા કેદીઓને પહેરવામાં આવતી હાથકડીથી બંધ કરી લોક કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 3.45 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે હાજર જયશ્રીબહેન લોકઅપ નજીકથી બાથરૂમ કરવા માટે ગયા હતાં. ત્યારે તેમણે જોયું તો લોકઅપના દરવાજાની હાથકડી બંધ હતી અને બંને આરોપી અંદર સૂતા હતાં. સવારે 4.45 કલાકે પોલીસ સ્ટેશનમાં વાયરલેશ ઓપરેટર વિકેશભાઈએ લોકઅપનો દરવાજો ખુલ્લો જોયો હતો. જેથી તેઓ પીએસઓ જયશ્રીબહેન પાસે પહોંચીને ઘટના અંગે જાણ કરતાં તેઓ પોલીસ લોકઅપ જોડતા અંદરથી એટીએમ મશીન ચોરીના સૂત્રધાર ચેતન અને રામપ્રકાશ કોઈક સાધન વડે હથકડી ખોલીને લોકઅપનો દરવાજો ખોલી નાંખ્યો હતો. અને ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.

કોમ્પ્યૂટર ઓપરેટર પુથ્વીરાજ અને જયશ્રીબહેનને ઉચ્ચ અધિકારીને જાણ કરતાં પીએસઆઈ આર. આઈ. પારેખ, ડીવાયએસપી શૃતિ મહેતા એસઓજી પીઆઈ એસ. એમ. સગર તથા એસબી સ્ટાફના માણોસો ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સમગ્ર રાજ્યમાં આરોપી ભાગી છૂટવા અંગે મસેજ કરી નાકાબંધી ગોઠવી હતી. અને સમગ્ર સુરત જિલ્લાની પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે હેકો. જયશ્રીબહેનને બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ: ત્રણ મોટી ઘટનામાં આરોપીને સાચવવામાં ગંભીર બેદરકારી

3 19જુલાઇ 2016 | બારડોલી પોલીસ સ્ટેશનમાંથી બે આરોપી ભાગવાની ઘટનાને લઈ પોલીસની ગંભીરતા સામે પ્રશ્નો ઊભા થયા છે.

2 21જુન 2016 | માંડવી પોલીસ સ્ટેશન ખાતે જ્યુડીશીયલ કસ્ટડીમાંથી લૂંટ વાહનચોરી જેવા ગુનાના આરોપી કસ્ટડીનું તાળુ તોડી ભાગી છૂટ્યા હતાં.

1 2013|કામરેજ પોલીસ સ્ટેશનમાં દારૂ અને વાહનચોરીના આરોપી માંગીલાલ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ લોકઅપમાંથી ફરાર થયા હતાં. જે બાદ અનિલને થોડા સમય અગાઉ રાજસ્થાન પોલીસે પકડ્યો હતો. માંગીલાલ હજી ફરાર છે.

આરોપી ફરાર થઇ ગયા બાદ પોલીસ સ્ટેશનનાં 1 માસથી બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાયા

બારડોલીપોલીસ મથકની કસ્ટડીમાંથી એટીએમના બે રીઢા આરોપીઓ ભાગી જવાની ઘટના બનતાં છેલ્લા એક માસથી બંધ પોલીસ મથકના 15 સીસીટીવી કેમેરા બપોર સુધીમાં ચાલુ થઈ ગયા હતાં. પોલીસ મથકમાં 13મી જૂન 2016ના રોજ કેમરા બંધ થઈ ગયા હતાં. જેથી 22મી જૂનના રોજ સીસીટીવી કેમેરાની એજન્સી ગોદરેજ કંપનીમાં લેખિત ફરિયાદ કરી હતી. ત્યાથી 2 જુલાઈ 2016ના રોજ ટેકનિશિયન બારડોલી પોલીસ મથકમાં આવી સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં અર્થિંગના અભાવે સમસ્યા સર્જાય હોવાનું જણાવી અર્થિંગની સુવિધા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ વીજ કંપનીમાં પોલીસે જાણ કરી હતી. પરિણામે કેમેરા બંધ રહ્યાં હતાં. અને મંગળવારે બે રીઢા આરોપી ભાગી ગયા હતાં. જેની જાણકારી સીસીટીવી કેમેરાનાઅભાવે હાલ તાર્કિક કારણો સિવાય પોલીસ કસ્ટડી તોડવા અંગે ચોક્કસ કારણ નથી.

યોગ્યપોલીસ જાપતો રાખવાને કારણે રીઢા આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયા

સમગ્રરાજ્માં હાહાકાર મચાવનાર એટીએમ તોડીને ચોરી કરનાર ટોળકીના બે સાગરીતો ચેતન પરમાર અને રામ પ્રકાશ બિંદને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને નવનેજા આવ્યા હતાં. એક પછી એક એક એટીએમ ચોરીની ના પ્રયાસની ઘટના બનતી હતી. તમામ જગ્યા ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરી એક પછી એક હાઈવે ઉપરના ટોલનાકાના સીસીટીવી કેમેરાની ફૂટેડ સહિત માહિતી એકત્રિત કરી પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતાં. અને બારડોલી પોલીસ આરોપીને સાચવી શકતાં જિલ્લા પોલીસનું નાક કપાયું હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય સૂત્રધાર રામપ્રકાશ બિંદ અગાઉપણ 40 જેટલા ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો. આવા રીઢા આરોપી પોલીસ લોકઅપમાં રિમાન્ડ હેઠળ હોય ત્યાર લોકઅપ આગળ રાત્રિ સમયે પોલીસ ગાર્ડ રાખવા જરૂરી હતાં. પણ વધુ પડતાં આત્મવિશ્વાસને લઈ યોગ્ય પોલીસ જાપતો રાખતાં રીઢા આરોપી લોકઅપમાંથી ફરાર થઈ ગયા હતાં.

બારડોલીમાં SBI બેંકનાં ચોરી પ્રકરણમાં આરોપીનો કબજો મેળવી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર હતાં

એટીએમ ચોરીમાં સંડોવાયેલા બે રીઢા આરોપી ભાગી છૂટ્ય બાદ તપાસ કરતાં અધિકારી.

લોકઅપ તોડીને ભાગી છૂટેલા આરોપી.

એટીએમ તોડવામાં માહેર આરોપીને કાબુમાં રાખવા લોકઅપના દરવાજે તાળાંની જગ્યાએ માત્ર હાથકડી મારી સંતોષ માન્યો

પોલીસબેડામાં એક ચર્ચા ચાલી રહી છે. કે પોલીસ લોકઅપમાં એટીએમ ચોરીના માસ્ટરમાઈન્ડ રામપ્રકાશ કેવટ અને ચેતન પરમાર જેવા આરોપી હાજર હતાં તો પોલીસ અધિકારીએ પોલીસ લોકઅપ આગળ રાત્રિ સમયે યોગ્ય જાપતાની વ્યવસ્થા કેમ કરી ઉપરાંત જે એટીએમ મશીન તોડી શકે દુકાનના લોક તોડી શકે ઉપરાંત વાહન ચોરી કરી શકે એવા ગંભીર આરોપી લોકઅપમાં હોય તો પોલીસ લોકઅપમાં માત્ર હાથકડી મારીને સંતોષ કઈ રીતે માન્યો. કદાચ આવનારા દિવસોમાં સમગ્ર પ્રકરણમાં ખાતાકીય તપાસ કરીને પીએસઓ કે અન્ય બે ત્રણ પોલીસ કર્મચારીઓ ભોગ પણ લેવાશે. શક્યતા નકારી શકાય તેમ નથી. પણ સમગ્ર પ્રકરણમાં તપાસ કરતાં ઉચ્ચ અધિકારીની જવાબદારી ફીક્સ થશે કે કેમ અંગે પણ અનેક ચર્ચા ચાલી રહી છે.

પોલીસનું કારસ્તાન કસ્ટડીને તાળુ નહી માત્ર હથકડી મારી હતી

ચકમો | અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મહેનત ઉપર બારડોલી પોલીસની લાપરવાહીએ પાણી ફેરવી દીધુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો