તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદર્શ કેળવણી મંડળની વ્યવસ્થાપક સમિતીની વરણી

આદર્શ કેળવણી મંડળની વ્યવસ્થાપક સમિતીની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | કોસંબાખાતે આવેલ આદર્શ કેળવણી મંડળ વ્યવસ્થાપક સમિતીની બિનહરીફ વરણી થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જગતસિંહ દોડિયા બિનહરીફ ચૂંટાયા. 3000 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 3 થી વધુ શાળાઓ ધરાવતી આદર્શ કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભાની મંડળ સંચાલિત વી. એસ. પટેલ હાઈસ્કૂલમાં ગાંધી હોલમાં મળી હતી. સાધારણસભામાં એજન્ડામાં લીધેલા કામો ઉપરાંત નવી વ્યવસ્થાપક સમિતીની વરણી કરવાની હોય. સભાના પ્રમુખ તરીકે મહેશભાઈ સી. પટેલની દરખાસ્ત નરેન્દ્ર ડી. સોલંકીએ કરી હતી. જેમના ડો. લક્ષ્મણભાઈ પટેલે ટેકો આપ્યો હતો.

ત્યારબાદ સાધારણસભામાં રાકેશ આર. સોલંકીએ વ્યવસ્થાપક સમિતી માટેની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં પ્રમુખ તરીકે જગતસિંહ દોડિયા, ઉપપ્રમુખ તરીકે ડો. લક્ષ્મણભાઈ પટેલ, માનદમંત્રી તરીકે નરેન્દ્રભાઈ સોલંકી, સહમત્રી તરીકે દેવેન્દ્રસિંહ ચૌહાણ અને વ્યવસ્થાપક સમિતીના સભ્ય તરીકે નયનાબહેન ચૌક્સી, રણજીતસિંહ સોલંકી, અશોકભાઈ તિવારી, મહેશભાઈ એમ પટેલ, જયદીપભાઈ નાયક અને પ્રફુલભાઈ પટેલના નામની દરખાસ્તને ડો. કરમવીરસિંહ દોડિયાએ ટેકો આપ્યો હતો. દરખાસ્ત સામે અન્ય કોઈ દરખાસ્ત રજૂ થતાં સમગ્ર વ્યવસ્થાપક સમિતીની સાધારણ સભાના પ્રમુખપદેથી બિનહરીફ વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...