તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઈંટોના ભઠ્ઠા માટે માટી ચોરીનો વેપલો પૂરજોશમાં

ઈંટોના ભઠ્ઠા માટે માટી ચોરીનો વેપલો પૂરજોશમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના કીમ નદીના તટ વિસ્તારમાં આવેલા લિંબાડા, વેલાછા, આસરમા, હથોડા લીમોદરા વગેરે ગામોમાં ઇંટો પાડવા માટે ઉપયોગમાં લેવાતી માટીનો ગેરકાયદે ગોરખધંધો ભૂમાફિયાઓ દ્વારા બેફામ રોકટોક વગર સરકારીતંત્રને રહેમ રાહ હેઠળ ચાલી રહ્યો છે.

વાલિયા તાલુકામાંથી માંગરોળ તાલુકામાં થઈને પસાર થતી કીમ નદીની આજુબાજુનો વિસ્તારની જમીનની માટી ઈંટો બનાવવા માટે સારી ગુણવત્તાવાળી છે. જેના કારણે માંગરોળ તાલુકાના નરોલી, હથોડા, બોરસરા, વેલાછા, આસરમા, વેલાસ, લીંબાડા, લિમોદરા જેવા કીમ નદીના કિનારે આવેલા ગામોમાં ઈંટો બનાવવાનો વ્યવવસાય ફૂલ્યો ફાલ્યો છે. મોટે ભાગની જમીનમાં ઈંટના ભઠ્ઠા વર્ષોથી ધમધમતા હોય. હાલની પરિસ્થિતિમાં ગામોમાં માટીની અછત વર્તાઈ રહી છે. માંગરોળ તાલુકા તેમજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા, મેરા જેવા ઘણા ગામોમાંથી ઈંટો બનવાવા માટે વપરાતી માટીનો ધીકતો ધંધો ભૂમાફિયાઓ દ્વારા ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. હાલ ચોમાસા બાદ ઈંટો પાડવાની સિઝન શરૂ થઈ છે. માટી કોઈપણ પ્રકારની પાસ પરમીટ, સરકારી રોયલ્ટી કે મંજૂરી વિના માંગરોળ તાલુકાને અડીને આવેલા વાલિયા તાલુકાના ઘણા ગામોમાંથી લાવવામાં આવે છે. જે માટી ગેરકાયદે લવાતી હોય છે. માટી ઈંટોના ભઠ્ઠાના માલિકોને પુરો પાડવામાં આવે છે. ધંધો માંગરોળ તાલુકામાં ચાલે છે. બેરોકટોક ચાલતાં ધંધાને કોઈ સરકારી અધિકારીઓ અટકાવતાં નથી. જો ઈંટોના ભઠ્ઠા પર નાખેલી માટીની રોયલ્ટી અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવે તો ગેરકાયદે ચાલતું માટી ચોરીનું કૌભાંડ બહાર આવે તેમ છે.

જમીનનો સરવે થાય તો કૌભાંડ ખૂલે

સરકારદ્વારા આદિવાસીઓને આપવામાં આવતી જમીનમાંથી પણ આવા પ્રકારની માટી ખોદાઈને ગેરકયાદે રીતે વેચાણ થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો સરકાર જમીનના સરવે કરે તો કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતા છે.

કાયદાનું હનન | માંગરોળના નરોલી, હથોડા અને બોરસરા સહિતના અનેક ગામોમાં ઇંટના ભઠ્ઠા ગેરકાયદે ધમધમે છે

ઈંટના ભઠ્ઠા પર ખકાયેલા માટી ઢગલાની રોયલ્ટી અંગે તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવે તેમ છે

માંગરોળ તાલુકાના ઈંટના ભઠ્ઠા પર માટીના ઢગલા

ઈંટો પકવવા વપરાતું ઈંધણ પણ હાનિકારક

ભઠ્ઠા માલિકો દ્વારા ઈંટ પકવવા માટે વેસ્ટ કેમિકલનો ઉપયોગ ખુલ્લેઆમ કરવામાં આવતાં હવાનું પ્રદૂષણ વધી રહ્યુ છે. અને તેનો નીકળતો કચરો નદી નજીક ઠાલવતાં પાણીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. આવા તત્ત્વો સામે સરકાર લાલઆંખ કરે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...