• Gujarati News
  • કોસંબા બ્યુટી પાર્લરમાં ગ્રાહકના ઘરેણા રોકડ મળી 40000ની ચોરી

કોસંબા બ્યુટી પાર્લરમાં ગ્રાહકના ઘરેણા-રોકડ મળી 40000ની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબાનાચોકસી બજારમાં આવેલ એક બ્યુટી પાર્લર માં તા.૨૧ જાન્યુઆરીના રોજ મોટી પારડી ગામની પરિણીતા બ્યુટી પાર્લરના કામ માટે ગઇ હતી. અને પાર્લરમાં ઘરેણા કાઢી મોઢું ધોવા ગઈ હતી તે દરમિયાન તેમના પાકીટ માં રાખેલા ૪૦૦૦૦ રૂ. ની કિંમત ના દાગીના તેમજ રોકડ રકમ કોઈએ કાઢી લેતા પરણિતા દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કોસંબા પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકા ના મોટી પારડી ગામે રાજપૂત ફળિયા માં રેહતા ખ્યાતી બેન રાજેન્દ્ર સિંહ કોસમીયા તા.૨૧ જાન્યુઆરીના રોજ બપોરે કોસંબા સ્ટેશન રોડ પર ચોકસી બજારમાં આવેલ સાઈન મી બ્યુટી પાર્લરમાં ગયા હતા. જ્યાં આશરે ૧૦ જેટલી મહિલા ગ્રાહકો પણ બેઠી હતી અને તેમનો વારો આવતા બ્યુટી પાર્લરના માલિક સબનમ બહેને તેમણે પહેરેલ સોનાના ઘરેણા જેવા કે ચેન ,પેન્ડલ બે બુટ્ટી તથા વીંટી કીમત આશરે ૪૦ હજાર કાઢી નાખવા જણાવેલ ,જેથી બ્યુટી પાર્લર નું કામ કરાવવા માટે ઘરેણા એક ખાલી બાઉલમાં મૂકી બ્યુટી પાર્લર નું કામ સબનમ બેન દ્વારા ખ્યાતી બેન ના ચેહરા પર કરવામાં આવેલું ત્યારબાદ એક થી સવા વાગ્યા ના સુમારે બ્યુટી પાર્લર નું કામ પૂરું થતા સબનમ બેને ખ્યાતી બેન ને ઘરેણા પરત આપ્યા હતા ,જેથી ખ્યાતી બેને ઘરેણા તેમના પાકીટ માં મૂકી ચેહરા પર સાબુનું પાણી લાગેલું હોઈ બાજુ માં આવેલ નળ પાસે મોઢું ધોવા માટે ગયેલા અને મોઢું ધોઈ પરત આવતા પાકીટ માં મુકેલ ઘરેણા પહેરવા માટે પાકીટ ખોલતા પાકીટ માંથી સોના ના ઘરેણા તેમજ ૭૦૦૦ રૂ.રોકડા તેમજ એક એચ ટી સી કંપની નો મોબાઈલ ગાયબ હતા.

જેથી ખ્યાતી બહેન બ્યુટી પાર્લરના માલિક સબનમ બહેનને તરત જાણ કરી હતી જેથી આવેલા અન્ય ગ્રાહકોની પણ તપાસ કરતા ઘરેણા તેમજ રોકડ રકમ તેમજ મોબાઈલ મળ્યા નહોતા. જેથી ખ્યાતી બહેને પતિને જાણ કરતા પતિ રાજેન્દ્ર સિંહે આજુબાજુમાં આવેલ સોનીની દુકાને તપાસ કરેલી પરંતુ ઘરેણા નહિ મળતા આખરે કોસંબા પોલીસ સ્ટેશનમાંખ્યાતી બેન દ્વારા ૪૦૦૦૦ રૂ.ના દાગીના તેમજ મોબાઈલ ફોન તેમજ ૭૦૦૦ રોકડા ચોરી થયા ની ફરિયાદ નોંધાવી છે અને બ્યુટી પાર્લર ના સંચાલક સબનમ બેન અનીતા બેન વસવા સાહિસ્તા બેન બ્યુટી પાર્લર માં આવેલા ગ્રાહકો વિરુદ્ધ સક વ્યક્ત કરી ફરિયાદ માં તેમના નામના ઉલ્લેખ કર્યા છે