• Gujarati News
  • National
  • તરસાડીમાં ડેન્ગ્યુનાં 7 કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું

તરસાડીમાં ડેન્ગ્યુનાં 7 કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના તરસાડી નગરપાલિકામાં વોર્ડ નંબર 6 અને 7માં ડેન્ગ્યુના લક્ષઅમો દેખાતા 7 જેટલા કેસો ખાનગી હોસ્પિટલમાં દેખાઈ દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અને વિસ્તારમાં તાત્કાલિક અસરથી સરવે અને દવાના છંટકાવની કામગીરી આરંભી છે.

ફરી એકવાર તરસાડી કોસંબામાં ડેગ્યુના રોગ માથું ઉચક્યું છે. તાજેતરમાં તરસાડી મહાદેવ નગર વિસ્તારમાં એક સાથે અંદાજિત 7 જેટલા લોકોને જેમાં બાળકોને ડેંગ્યુની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેના કારણે પંથકમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. ડેંગ્યના કેસો દેખાતા માંગરોળ તાલુકાનું આરોગ્ય વિભાગ સક્રીય થયું છે. અને કેટલીક ટીમોને કામ લાકડી વિસ્તારમાં ઘરેઘરે સરવે કરી ડેન્ગ્યુના લક્ષણો તાવ વગેરે છે કે નહીં તે અંગે સરવે કરી જરૂરી દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...