• Gujarati News
  • National
  • કુંવરદાની બંધ કંપનીમાંથી ચોરાયેલા કલરના ડબ્બા સાથે ત્રણની ધરપકડ

કુંવરદાની બંધ કંપનીમાંથી ચોરાયેલા કલરના ડબ્બા સાથે ત્રણની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના કુંવરદા ખાતે કબીરવન વિસ્તારમાં બંધ પડેલી કલરની ફેક્ટરીમાં સ્ટોકમાં રાખેલ કલરના ડબ્બા ચોરી કરવાનાગુનામાં સંડોવાયેલ ચોર ટોળકીને સુરત જિલ્લા પોલીસના એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે કીમ ચોકડી ખાતે આવેલ દાળ મિલની પાસે આવેલ સત્તારભાઈ શોપિંગ સેન્ટર પાસેથી પકડી પાડી પોલીસે 31 હજારનો કલર અને 9500 રૂપિયાનો ઈલેક્ટ્રીક સ્વીચ સહિત 41000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ઈન્ચાર્જ પીઆઈ પી. એન. પઢીયારને બાતમી મળી હતી કે રામકુમાર ઉર્ફે મહંમદ તથા ઋષીકેશ અને અન્ય એક ઈસમ મળી બંધ ફેક્ટરીઓમાંથી ચોરી કરાયેલા કલરના ડબ્બાઓ કીમ ચોકડી ખાતે આવેલ દાળમિલ પાસે સત્તારભાઈની શોપિંગમાં ભાડે રાખેલ ગોડાઉનમાં રાખેલ છે. અને ચોરીનો મુદ્દામાલ ગોડાઉનમાંથી કાઢી સગેવગે કરવાની તૈયારીમાં છે. જે બાતમીને આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ત્રણ ઈસમને પકડી પાડી પૂછતાછ કરતાં તેમની પાસેથી નાના મોટા કલરના 124 ડબ્બા જેની કિંમત 31574 તથા મશીન નરીઓમાં વપારતી ઈલેક્ટ્રોનિકની નાની મોટી સ્વીચ નં 18 કિંમત 9500 તથા ત્રણ મોબાઈલ 1500 રૂપિયા મળી કુલે 41074 રૂપિયાનો મુદ્દામાલ સાથે પોલીસે રામકુમાર ઉર્ફે મહંમદ ગણપત સ્વામી (રહે. કીમ અજમેરી નગરી, મૂળ રહે. રાજસ્થાન), ઋષીકેશ નંદકુમાર સિંગ (34) (રહે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી, મૂળ રેહ. ગૌંડા યુપી), કમલેશ સિંગ રામેશ્વરસિંગ બૈસ (રહે. એમપી, હાલ રહે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી, રત્ના નગર, ખોડા ભરવાડના મકાનમાં)નાઓને પકડી લીધા હતાં. તેમણે કુંવરદા કબીરવન વિસ્તારમાં આવેલ એપી પેઈન્ટસની બંધ ફેક્ટરીમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.

આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયા છે

બંધફકેટરીમાંથી રેકી કરીને રાત્રિ દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુની ચોરી કરવાની ટેવવાળા છે. રામ કુમાર ઉર્ફે મહંમદ સ્વામી અગાઉ યાર્ન ચોરીના ગુનામાં પકડાયેલા છે. ઋષીકેશસિંગ માંડવી કોસંબા બારડોલી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં પકડાયેલા છે. જ્યારે કમલેસિંગ બૈસે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા જતા હતાં ત્યારે પોલીસે ઝડપી પાડ્યા

અન્ય સમાચારો પણ છે...