• Gujarati News
  • National
  • વેલાછામાં ભેંસ ચારો ખાઈ જતાં મહિલાને માર મરાયો

વેલાછામાં ભેંસ ચારો ખાઈ જતાં મહિલાને માર મરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના વેલાછા ગામે ઘરની બહાર નાંખેલા ચારો પાડોશીની ભેંસ ખાઈ જતાં મહિલાએ પાડોશીને બાબતે ટાંકીને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈને મહિલાને ભેંસ માલિકે માર મારતાં મામલો કોસંબા પોલીસમાં પહોંચ્યો હતો. વેલાછા મસ્જિદ ફળિયામાં રહેતા સોમીબેહન ગોપીભાઈ વસાવાના ઘરના બારણામાં ચારો નાંખ્યો હતો. બપોરના સમયે ફળિયામાં પાડોશીમાં રહેતા પ્રવીણભાઈ કીકાભાઈ વસાવાની ભેંસ ચારો ખાઈ ગઈ હતી. બાબતે સોમીબહેને તેમની ભેંસ ચારો ખઈ ગઈ હોવાનું કહેવા ગયા હતાં. જે બાબતે ખોટુ લાગી આવતાં પ્રવીણભાઈ તેમજ વિનોદભાઈ અને અજિતભાઈ વસાવાએ ભેગા મળીને સોમીબેનના ઘરમાં ઘૂસી ઢીક મુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સોમીબહેને ત્રણેય ભાઈઓ ઉપર ફરિયાદ કોસંબા પોલીસમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...