• Gujarati News
  • National
  • કોસંબા પોલીસની 7 ગામમાં રેઈડ, દારૂ વેચનાર 11 ઝબ્બે

કોસંબા પોલીસની 7 ગામમાં રેઈડ, દારૂ વેચનાર 11 ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબાપોલીસે હોળીના તહેવારમાં દેશી દારૂની રેલમછેલ રોકવા આજે વિસ્તારના તરસાડી, કુંવરદા, હથુરણ, મોટીનરોલી, પીપોદરા અને સિયાલજ ગામે આજે અચાનક સામૂહિક રેડ કરી કેટલીક દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. અને 11 જેટલા દેશીદારૂ વેચનાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેની સામે કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેથી વિસ્તારમાં દૂધની જેમ દારૂ વેચનારાઓમા ફફડાટ ફેલાઈ ગયો હતો. કોસંબા પોલીસે અચાનક રેડ કરતાં 11 જેટલા બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે કેટલાક પોલીસને જોતાં ભાગી ગયા હતા. ત્રાટકેલી પોલીસને જોઈ ભાગી ગયેલ બુટલેગરોની દારૂની ભઠ્ઠીઓનો પોલીસે સફાયો કરી નાંખ્યો હતો. અને ઝડપી પાડેલ 11 બુટલેગરોમાં 8 મહિલા, 4 પુરુષનો સમાવેશ થાય છે.

દારૂની ભઠ્ઠીઓનો પણ નાશ કરી દેવાયો

અન્ય સમાચારો પણ છે...