તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નંદાવ ચાકડી પર બે કાર ભટકાતાં માતા પુત્રીનાં મોત, ચારને ઈજા

નંદાવ ચાકડી પર બે કાર ભટકાતાં માતા-પુત્રીનાં મોત, ચારને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઈવે નં 8 ઉપર માંગરોળ તાલુકાના મહુવેજ નંદાવ રોડ પર ચાર રસ્તા પર હાઈવે ક્રોસ કરતી કારને વડોદરાથી સુરત તરફ જતી કારે અડફેટમાં લેતા થયેલા અકસ્માતમાં માં-દીકરીનું મોત થયું છે. જ્યારે 4 થી વધુને ઈજા થઈ હતી.

પલસાણા તાલુકાના દસ્તાન ગામે રહેતી સવિતાબહેન અમરસિંહ રાઠોડ (45) પોતાની 30 વર્ષની પુત્રીને લગ્નના ચાર વર્ષ બાદ પણ સંતાન થતાં માંગરોળ તાલુકાના બોરીદ્રા ગામે દવા લેવા પોતાના સંબંધી શંકરભાઈ ભીખાભાઈ રાઠોડની સાથે હોન્ડા સીટી કાર નં (GJ-5-CF-1222) લઈને દસ્તાનથી બોરીદ્રા સંતાન પ્રાપ્તી માટે દવા લેવા જઈ રહ્યાં હતાં. નંદાવ ચોકડી પર વડોદરાથી સુરત આવતી વરના કાર નં (GJ-5CJ-2552)ના ચાલકે ધડાકાભેર અથડાવી દેતા હોન્ડા કારમાં સવાર સવિતાબહેન તેમની પુત્રી ટીના બહેન અને કાર ચાલક ભીખાભાઈને ઈજા થઈ હતી. તેમને 108માંની મદદથી અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન સવિતાબહેન અમરસિંહ રાઠોડ (45) (રહે. દસ્તાન, પલસાણા) અને તેની પુત્રી ટીનાબહેન નિકુંજભાઈ રાઠોડ (30) (રહે. તલોદરા, તા. પલસાણા)નું મોત થયું હતું.

સંતાન પ્રાપ્તીની દવા લેવા નિકળ્યા પણ મોત મળ્યું

મહુવેજ નંદાવ ચારરસ્તા નજીક બે કાર વચ્ચે અકસ્માત.

અન્ય સમાચારો પણ છે...