તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માર્ગ અકસ્માતમાં ભરૂચના પોલીસકર્મીનું મોત

માર્ગ અકસ્માતમાં ભરૂચના પોલીસકર્મીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના પિપોદરા ગામે રાત્રે બે વાગ્યાના અરસામાં બાઈક પર જતા ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના પોલીસકર્મી અને તેની સાળીને કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લીધા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું.

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં 7 વર્ષથી ફરજ બજાવતાં મૂળ આહવા ડાંગના નડકચોડ ગામન વતની અને પોલીસ કોન્સ્ટેબલ શીવરામ નાનુભાઈ વાઘમારે (30) પોતાના ઘરે નડકચોડ ખાતે ગયા હતાં. જ્યાંથી સોમવારે સાંજે પોતાની સાળી સંગીતા લક્ષ્મણભાઈ ગાંગોળેની સાથે બાઈક (GJ-16M-9925) લઈને ભરૂચ ખાતે પરત આવી રહ્યા હતાં ત્યારે પીપોદરા ગામે કોઈ અજાણ્યા વાહને પોલીસકર્મીની બાઈકને અડફેટે લેતા બંને જણા રોડ ઉપર પટકાયા હતાં. બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન શિવરામનું મોત થયું હતું. જ્યારે સાલીને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...