• Gujarati News
  • દાવજી શાળામાં કરાટે તાલીમ

દાવજી શાળામાં કરાટે તાલીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા| મહિલાસશક્તિકરણ યોજના હેઠળ કોસંબા પોલીસ દ્વારા કરાટે તાલીમ વર્ગની બીજો શિબિરની શરૂઆત કોસંબાની ઈ. ઈ. દાવજી શાળામાં કરાઈ હતી. ઝુંબેશ હેઠળ મહિલા સશિક્તકરણ ઉપર ભાર અપાયો હતો. કોસંબા પોલીસ દ્વારા કરાટે નિણાંતોના માધ્યમથી શાળામાં કરાટેના તાલીમ શિબીરનું આયોજન કરાયું હતું. આવી બીજા શિબિરની શરૂઆત પોલીસ નંદલાલ પ્રજાપતિએ ઈ. ઈ. દાવજી મેમોરીયલ શાળામાં કરાવી હતી. જેમાં કોસંબાના કરાટે રોન્સાઈ ઓપી સીંઘની સામે એસ બોસ કરાટે એકેડેમી દ્વારા 400થી વધુ ધોરણ 8થી 12 માં ભણવી વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ અને કરાટેની તાલીમ અપાઈ હતી.