• Gujarati News
  • National
  • ઉટીયાદરા પાસે કેનાલમાં નાહવા પડતાં બે ભાઈ ડૂબ્યા

ઉટીયાદરા પાસે કેનાલમાં નાહવા પડતાં બે ભાઈ ડૂબ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડીનગરની હદ પાસે આવેલ અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ પાસેથી વહેતી કોસંબા બ્રાંચ નહેરમાં ધૂળેટી સોમવારના બપોરના 12.00 વાગ્યાના અરસામાં રંગેરંગાઈને નહેરના પાણીમાં નાહવા પડેવલા બે સગભાઈઓ નહેરના ધસમસતા પાણીમાં ડૂબી ગયા હતાં. જે પૈકી ઐક યુવકની લાશ મળી હતી. જ્યારે બીજા યુવકોની શોધખોળ ચાલુ છે.

તરસાડી નગરના છેવાડે ઉટીયાદરા રોડ પર આવેલ ડિવાઈન રેસીડેન્સીમાં રહેતા કેટલાક યુવકો સોમવારના ધૂળેટીને તહેવાર ઉજવી 12.00 વાગ્યાના આરસામાં સોસાયટીની બાજુમાંથી વહેતી ઉકાઈ જમણા કાંઠાની નહેરની કોસંબા બ્રાંચ નહેરમાં નાહવા પડ્યા હતાં.

જે પૈકી 17 વર્ષનો કિશોર વિજય ગૌર નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. અને જીવ બચાવવા તફડીયા મારતો હોય જોઈ તેના મોટાભાઈ 22 વર્ષના માણેકકુમાર ગૌર પણ નહેરના ધસમસતા પ્રવાહમાં નાના ભાઈને બચાવવા ઝંપલાવ્યું હતું. પરંતુ બંને ભાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં જોતજોતામાં તણાઈ ગયો હતો.

જોતા ત્યાં હાજર અન્ય યુવકોએ બૂમો પાડતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં. અને નહેરમાં શોધખોળ 24 કલાકથી ...અનુસંધાન પાના નં.2

વધુ સમય થયો હોવા છતાં યુવકોને હાલ સુધી કોઈ ભાળ મળી નથી.

બોક્સ

ડીવાઈન રેસીડેન્સી હાલમાં નવી બની હોય પરિવાર થોડા મહિના પહેલા સોસાયટીમાં રહેવા આવ્યો હતો. નહેરમાં તણાય ગયેલો માણેક ખરચ ખાતે ગ્લાસ ફેક્ટરીમાં નોકરી કરતો હોય પરિવાર કોસંબા સ્થાયી થયો હતો. જ્યારે નાનો ભાઈ કિશોર વતનમાં ભણતો હોય થોડા દિવસ પહેલા કોસંબા રહેવા આવ્યો હતો. બોક્સ ઘરનો આધાર છીનવાયો ત્યેન્દ્ર ગૌરના બંને પુત્રો એકી સથે નહેરના પાણીમાં ડૂબી ગયા હતાં પરિવારમા માતમ છવાયો છે. નાના કુટુંબમાં એક બહેન માત્ર બચી હોય યુવાન દીકરાઓના મોતથી ઘરનો આધાર છીનવાયો છે.

હદના ચક્કરમાં પોલીસ માનવતા ભૂલી ગઈ

ઉટીયાદરાગામ અંકલેશ્વર તાલુકા ભરૂચ જિલ્લાની હદમાં આવેલ છે. જેથી કરીને ઘટનાની જાણ થયા બાદ કોસંબા પોલીસે ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોસ્ટેને કરી હતી. પરંતુ ઘટના સ્થળે આવ્યા બાદ અંકલેશ્વર પોલીસે ડીવાઈન રેસીડેન્સી હથુરણ ગામની સીમમાં આવેલ હોય કોસંબાની હદમાં ઘટના સ્થળ હોવાનું જણાવી પોતાના હાથ ખંખેર્યા હતાં. હાલ પરિવારજનો બંને યુવકોને શોધવાનું કાર્ય હાથ ધરી રહ્યાં છે. હવે જોવું રહ્યું કઈ પોલીસ અંગે કાર્યવાહી કરે.

નાના ભાઈને ડૂબતો બચાવવા મોટા ભાઈએ ઝંપલાવ્યું ને બંને ગરક થયા

અન્ય સમાચારો પણ છે...