તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગરોળમાં દલિત સમાજ પર થતા અત્યાચારનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં દલિત સમાજ પર થતા અત્યાચારનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના દલિત સમાજના આગેવાનોએ ગીર પંથકમાં ચાર દલિત ચમાર યુવકોની મારમારી અત્યાચાર ગુજારવાની ઘટનાનો વિરધમાં માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે દેખાવો વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઘટનાની ન્યાયીક તપાસ કરી જવાબદાર હિન્દુ કોમનવાદી તત્ત્વોસામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ગીર પંથકના સમઢીયાર ગામ ખાતે ઉજળીયાપાત વર્ગના હિન્દુ કોમવાદી તત્ત્વોએ મારમારી અત્યાચાર દલિત યુવાનો ઉપર અત્યાચાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવતા સુરત જિલ્લાના દલિત વર્ગના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. ઘટનાના સંદર્ભમાં બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરા, આંબેડકર ફાઉન્ડેશન કુંવરદા, કીમ કોસંબા રોહિત સમાજના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકા મથક ખાતે વિરોધ પ્રદર્શન દેખાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દલિત સમાજના આગેવાન મહેશભાઈ પરમારની આગેવાની હેઠળ નાયબ મામલતદાર અંજારાને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે તે ઘટના પરથી ફલિત થયું છે. 14મી જુલીનારોજ સુરત વેડરોડ પર માથાભારે ઉજળીયાત હિન્દુ યુવાને દલિત ત્યક્તા મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સરકાર બંધારણીય માર્ગે ગુજરાતની સલામતીનો વિશ્વાસ બેશે તેવા પગલાં ભરી માથાભારે તત્વોને ઝેર કરે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો