• Gujarati News
  • National
  • કીમ કોસંબા સ્ટેશન વચ્ચે યુવકની લાશ મળી

કીમ કોસંબા સ્ટેશન વચ્ચે યુવકની લાશ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ કોસંબા વચ્ચે આજ રોજ શનિવારે રેલવે ટ્રેક પાસેથી અજાણ્યાની ક્ષતવિક્ષત હાલતમાં લાશ મળતાં કોસંબા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

કીમ કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક નજીક એક અજાણ્યા 40 વર્ષીય ઉંમર ધરાવતા પુરુષની લાશ મળી આવી હતી. આ લાશ અંગે રેલવે પોલીસ કોસંબાને જાણ કરતાં જમાદાર ચંદ્રશેખર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર પુરૂષ અંદાજિત 40 વર્ષની ઉંમર ધરાવતો હતો. સફેદ ચેક્સવાળું પેન્ટ અને કાળા રંગની બંદી, કમરે લાલ દોરો બાંધેલો જોવા મળ્યો હતો. મૃતક કોઈક પસાર થતી ટ્રેનમાંથી પટકાયો હોય તેવું જણાતું હતું. શરીરના હાથ, પગ સહિતનાં અંગો ક્ષતવિક્ષત હતા.

અન્ય સમાચારો પણ છે...