તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વલસાડ દાહોદ ઈન્ટરસિટીનો એક કોચ ઓછો કરાતાં મુસાફરને હાલાકી

વલસાડ દાહોદ ઈન્ટરસિટીનો એક કોચ ઓછો કરાતાં મુસાફરને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ,કોસંબા, અંકલેશ્વર, સુરત, બીલીમોરા, નવસારી સહિત વિવિધ સ્ટેશનો ઉપર આવતી જતી વલસાડ દાહોદ ઈન્ટરસીટી ટ્રેનમાં એક કોચ રેલવે તંત્ર દ્વારા ઓછો કરતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ રેલવે સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પેસેન્જર સેવા સમિતી અને રેલવે બોર્ડના સદસ્ય રાકેશ શાહ દ્વારા રેલેવના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. ત્યારે વલસાડ-દાહોદ ઈન્ટરસિટીમાં જનરલ કોચ વધારવાની જગ્યાએ ઘટાડતાં અંગે યોગ્ય રજૂઆત રેલવે તંત્રના અધિકારોને કરવામાં આવી છે.

વલસાડથી સવારે ઉપડતી દાહોદ જતી વલસાડ દાહોદ ઈન્ટરસીટી ટ્રેનમાં વર્ષ 2007થી જનરલ કોચ વધારવા પેસેન્જ સેવા સમિતી રેલવે મંત્રાલયના સદસ્ય રાકેશ શાહ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં 17ને બદલે 19 કોચ કરી અપાયા હતાં. અને 24 કોચ બાબતે રજૂઆત ચાલે છે.ગતરોજ રેલવે દ્વારા કોઈક કારણોસર ઈન્ટરસીટીમાં એક કોચ ઓચો કરી દેવાતા કીમ, કોસંબા, અંકલેશ્વર, બીલીમોરા, નવસારી જેવા સ્ટેશનો ઉપર અપાડઉન કરતાં મુસાફરોએ બાબતે રજૂઆત કરી હતી. એક કોચમાં 250 યાત્રીઓ મુસાફરી કરે છે ત્યારે એક કોચ ઓછો કરતાં યાત્રીને હાલાકી પડી હતી. જે બાબતે રાકેશ શાહે સિનિયર ડીઓએમ, મુંબઈ સેન્ટરલ ખાતે સપીટીએમને ટેલિફોનિક રજૂઆત કરી ઓછા કરેલા કોચ તાત્કાલિક વધારવા માંગ કરી છે.

સમિતિ દ્વારા રજૂઆત થતાં પ્રશ્ન ઉકેલનિ ખાત્રી અપાઇ

અન્ય સમાચારો પણ છે...