Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નંદાવ ગામથી અજાણ્યા યુવાનની લાશ મળી
માંગરોળતાલુકાનાં નંદાવ ગામે ખેતરાડી વિસ્તારમાંથી પસાર ગટરમાં એક અજાણ્યા યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી ત્રણ ચાર દિવસ પહેલા યુવાનનું મૃત્યુ થયું હોવાનું માનવમાં આવી રહ્યું છે.
નંદાવ ગામે ચરાણ વગામાં પ્રેમજીભાઇ મોહનભાઇ બેલડિયાએ ખેતરમાં ભાગીદારમાં શેરડી બનાવી છે. શનિવારે ખેતરે આંટો મારવા ગયા હતા. ખેતરની બાજુમાં પ્રેમજીભાઇ બેલડિયાનું બીજું પડતર ખેતર આવેલ છે. ત્યાં પણ આંટો મારવા જતાં એક લીમડાના ઝાડ નીચે ખેતરની બાજુમાંથી પસાર ગટરલાઇનમાં એક અજાણ્યો યુવાન ઉ. આશરે 35 થી 40 ની લાશ જોવા મળી હતી. જેથી તાત્કાલિક કોસંબા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર આવી તપાસ કરતાં યુવાનની લાશ ડીકમ્પોઝ હાલતમાં હતી. ચામડી કાળી પડી ગઈ હતી. મરણ જનાર યુવાને કમરમાં આકાશી રંગનો પેન્ટ પહેરેલ છે. અજાણ્યો યુવાન કોઈ કારણસર મૃત હાલતમાંથી મળેલ છે. જેની તપાસ કોસંબા પોલીસે હાથ ધરી હતી.