તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહુવેજમાં નોટરીના બોગસ સિક્કા વડે વીલનામું બનાવી છેતરપિંડી

મહુવેજમાં નોટરીના બોગસ સિક્કા વડે વીલનામું બનાવી છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવેજગામના ત્રણ ઈસમોએ અન્ય એક અજાણ્યા ઈસમની મદદગારીથી કોસંબાના નોટરીના ડુપ્લિકેટ સિક્કા બનાવી ખોટા દસ્તાવેજ ઊભા કરી મહુવેજની એક મહિલાના નામનું કઠવાણ મહુવેજ ગામની સીમમાં આવેલા ખેતરનું વીલ નામું બનાવ્યું હતું. અંગે નોટરીને જાણ થતાં નોટરીએ ચાર વિરુદ્ધ કોસંબા પોસ્ટેમાં ફરિયાદ કરી છે.

કોસંબા ખાતે વકીલ અને નોટરીની ઓફિસ ધરાવતાં અને મૂળ પારડીના સુરેન્દ્રસિંહ શંકરસિંહ મહિડા પાસે 22 એપ્રિલના 2017ના બે ઈસમો નામે મઝફર અહમદ માયાત અને ઐયુબ અહમદ સઈદ પટેલ આવ્યા હતાં. અને તેમણે નોટરી સુરેન્દ્રસિંહને તેમની સાથે આવેલા વીલનામું બતાવી પૂછ્યું હતું કે વીલનામું તમે કરેલું છે. જેથી વીલનામાની ચકાસણી કરતાં કોઈ અજાણી વ્યક્તિએ નોટરીના બોગસ સિક્કા બનાવી વીલનામું તૈયાર કરી તેના ઉપર સહીસિક્કા કર્યા હતા અને નોટરીનો રજિસ્ટ્રેશન નંબર 1180-2016થી 5-2-2016ની નોંધણી પણ કોટી હતી.આ ઉપરાંત ઓળખના પુરાવામાં વીલ કરનાર આઈશા કાસમ માયાતનો પણ પાસપોર્ટ અને તેના ફોટા રજૂ કર્યા છે. જે પણ મેચ થતા નથી.

...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...