ભાસ્કર ન્યૂઝ. વાંકલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંકલ
માંગરોળતાલુકાના ઝંખવાવ ગામે રાજ્યધોરી માર્ગ ઉપરથી બિનઅધકૃત દબાણો દૂર કરવાની માર્ગ અને મકાન વિભાગે તજવીજ શરૂ કરી છે. પગલે કફડી ઉઠેલા 150થી વધુ લારી-કેબિનોના દબાણકારો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.
માર્ગ મકાન વિભાગ સ્ટેટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતાં વિવિધ રાજ્યધોરી માર્ગો પરથી હાલ બિનઅધકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં કીમ ચાર રસ્તા રાજ્યધોરી માર્ગ ઉપરથી 250થી વધુ લારી ગલ્લા કેબિનોના દબાણ દૂર કર્યા હતાં. ત્યારબાદ કોસંબા- માંગરોળ મોસાલી ચાર રસ્તા, વાંકલ ઝંખવાવ વગેરે ગામોમાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ ઉપરના દબાણો દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કચેરીએ પ્રયાસો શરૂ કર્યા હતાં.
બે દિવસ પહેલા ઝંખવાવ ગામના દબાણકારોને બિનઅધિકૃત દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માર્ગ મકાન મકાન વિભાગ સૂચના આપી હતી. જેથી ફફડી ઉઠેલા દબાણકારો આજે માર્ગ અને મકાન વિભાગ દબાણો દૂર કરે તે પહેલા મહત્તમ દબાણો હટાવી લીધા હતાં. હાલ વરસાદી માહોલના કારણે માર્ગ અને મકાન વિભાગે આજની દાબણો દૂર કરવાની કાર્યવાહી મોકૂફ રાખી હતી.
બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઝંખવાવ વાંકલ, મોસાલી ચાર રસ્તા વગેરે સ્થળો ઉપર રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ બિનઅધકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. જેમાં રાજ્યધોરી માર્ગો ઉપર માર્ગની મધ્યમાંથી પંદર મીટર બંને સાઈડો ઉપર માર્જિન રાખવામાં આવશે. જ્યારે વાંકલ ગામના ગામઠાણમાંથી રાજ્ય ધોરી માર્ગ પસાર થતો હોવાથી બંને સાઈડનો માર્જિન રેશીયા અન્ય રાજ્યધોરી માર્ગની તૂલનાએ ઓછો રહેશે.
ઝંખવાવ રાજ્યધોરી માર્ગ ઉપરથી સ્વૈચ્છિક રીતે બિનઅધકૃત દબાણો દૂર કરતાં દુકાનદાર.
વરસાદના કારણે દબાણો દૂર કરવાની કાર્યવાહી મોકુફ
ઝંખવાવ રાજ્યધોરી માર્ગ પર ડિમોલિશન
150થી વધુ લારી-ગલ્લાનું સ્વૈચ્છિક ડિમોલિશન કરાયું