તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોસંબા પંથકમાં કામદારોને જૂની નોટોમાં પગાર ચૂકવાતાં મુશ્કેલી

કોસંબા પંથકમાં કામદારોને જૂની નોટોમાં પગાર ચૂકવાતાં મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500અને 1000ની નોટા બંધ થયા બાદ પણ લોકોની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. કીમ કોસંબા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં લાખો કામદારો મજૂરો નોટબંધીથી ભારે મુશકેલી અનુભવી રહ્યાં છે. તેમની પાસે પહેલેથી પડેલી જૂની નોટો માંડ એક્સચેંજ કરાવી માંડ માંડ ગાડું ગબડાવી રહ્યા હતા. ત્યારે ઓદ્યોગિક એકમો દ્વારા કામદારોને નવા પગારમાં પણ હજી જૂની નોટો પધરાવાતા તેમની મૂશ્કેલી ઔર વધી છે.

સરકારની નોટ બંધીની સૌથી વધુ અસર મધ્યમ તથા ગરીબ વર્ગને પડી રહી છે. દર મહિનાનો પગાર ખર્ચી મોટાભાગે 500 અને 1000ની નોટમાં થતો હોય છે. નોટ બંધી બાદ નોટ બદલવા આવતાં લોકોએ સૌથી વધુ લાઈનમાં ઊભા રહેલા જોવા મળે છે.

નોટબંધીના 15 દિવસ બાદ પણ આવા લોકોની મુશ્કલી અટકવાનું નામ લેતી નથી. કીમ, કોસંબા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી નાની મોટી કંપનીવાળા જે દર મહિને અથવાડીયે પખવાડીયે કે કામદારે કરેલ કામ પ્રમાણે રોકડમાં ચૂકવણું કરે છે તેવા કંપનીવાળા બેંકમાંથી મળતી રોકડનો અભાવ ગણી તેમની મજબૂરી ગણો કે માલિકો પાસે રહેલી 500-1000ની જૂની નોટોનો નિકાલ કરવા હજુ પણ પોતાના કામદારો મજૂરોને જૂની નોટમાં ચૂકવણુ કરી રહ્યાં છે. જેથી કરીને આવા કામદારોની મુશ્કેલી બેવડાઈ રહી છે. એક બાજુ સરકારે જૂની નોટનું એક્સચેન્જ બંધ કર્યુ છે. જેથી હવે આવા કામદારો જની પાસે બેંકમાં ખાતુ પણ નથી તેઓ હાલ અટવાય પડ્યાં છે.

કામદારો જૂની નોટ લઈ ખરીદી માટે આવે છે

^કરિયાણાનીદુકાનમાં આવા કામદારોના ખાતા ચાલતાં હોય કામદારો હજુ પણ જૂની ચલણી નોટો લઈને ખાતાનું ચૂકવણું કરવામાં આવે છે. તેમને પુછતાં માલિકે પગાર કર્યો હોવાનું જણાવતા હોય છે. > રાકેશયાદવ, દુકાનદારકોસંબા

બીજી તરફ બજારમાં જૂની નોટો સ્વીકારતા હાલાકી વધી

અનેક ઔદ્યોગિક એકમો દ્વારા પગારમાં જૂની નોટો પધરાવાય છે

અન્ય સમાચારો પણ છે...