Home » Daxin Gujarat » Surat District » Kosamba » મોટી નરોલીમાં હાઇવે પર ઝાડ કાપનારા પેટ્રોલ પંપ સંચાલકોને 17 હજારનો દંડ

મોટી નરોલીમાં હાઇવે પર ઝાડ કાપનારા પેટ્રોલ પંપ સંચાલકોને 17 હજારનો દંડ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:10 AM

વનવિભાગ દ્વારા વનસંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

  • મોટી નરોલીમાં હાઇવે પર ઝાડ કાપનારા પેટ્રોલ પંપ સંચાલકોને 17 હજારનો દંડ
    માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે નેહા નં 48ને અડીને આઈઆરબી દ્વારા ઉછેરવામાંઆવેલ વૃક્ષો કટિંગ કટિંગ કરવાની ઘટનામાં આઈઆરબી દ્વારા વૃક્ષો કાપતાં ઈસમોને અટકાવી તેમના સાધન જપ્ત કર્યા અંનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. વનવિભાગ દ્વારા તપાસ હાથ કરી નજીકમાં આવેલ પેટ્રોલપંપ સંચાલકને ઝાડ કાપવા અંગે વનસંરક્ષણ ધારાહેઠળ ગુનો નોંધી દંડફટકારી કાર્યવાહી હાથ ધરી છે.

    માંગરોળ તાલુકાના મોટીનરોલી ગામે સુરતથી અમદાવાદ તરફ જતાં નેહા નં 48 ઉપર આઈઆરબી કંપની દ્વારા ઉછેરવામાં આવેલ 8 વર્ષ જૂના વૃક્ષોને કેટલાક ઈસમો કાપી રહ્યાં હોવાની ઘટનામાં આઈઆરબીએ વૃક્ષો કાપતાં ઈસમોને અટકાવ્યા હતાં. જે ઈસમોએ વીજ કંપનીના માણસ હોવાનું જણાવ્યું હતું. જે અંગેનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

    આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વન વિભાગ દ્વારા આ વૃક્ષો કાપવા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરતાં વૃક્ષો કાપવાની ઘટના પાસે આવેલા ડીબીસીએલ પેટ્રોલપંપ દ્વારા આ વૃક્ષો કાપ્યા હોવાનું સામે આવતાં વનવિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વન સંરક્ષણ ધારા હેઠળ પેટ્રોલપંપના સંચાલકો વિરુદ્ધ વનવિભાગમાં ગુનો નોંધી તપાસમાં 10 જેટલા વૃક્ષો થડમાંથી કાપ્યા હોવાનું સામે આવતા પેટ્રોલપંપ સંચાલકોને 17000નો દંડ ફટકારી તેની વસુલાત કરવામાં આવી હતી. કાપવામાં આવેલા વૃક્ષોના લાકડા જપ્ત કરવામાં આવ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ