તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસ ખુદ બુટલેગરોને સામેથી બોલાવી દારૂના અડ્ડા શરૂ કરાવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ખુદ બુટલેગરોને સામેથી બોલાવી દારૂના અડ્ડા શરૂ કરાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરેલી |વરેલીના ધારણા કાર્યક્રમમાં હજાર રહેલા માજી કેન્દ્રીયમંત્રી ડો. તુષાર ચૌધરીએ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી. અને ત્યારબાદ જણાવ્યું હતું કે નિયોલમાં દારૂ પીધા બાદ મોતનો સીલસીલો શરૂ થયો હતો. પરંતુ તંત્ર ચેત્યુ હતું. દારૂ કોણે પીધો ? કોણ વેચે છે ? ક્યાંથી આવે છે ? અને પીનારની પત્નીને લઈ બધાને ખબર છે. પરંતુ પોલીસને ખબર પડતી નથી. દારૂના અડ્ડા જો બંધ થઈ જાય તો ખુદ પોલીસ બુટલેગરને બોલાવીને દારૂના અડ્ડા શરૂ કરાવે છે. કારણ કે અડ્ડાને લીધે અધિકારીઓનું ઘર ચાલે છે. કેમિકલવાળા દારૂ પીવાને કારણે લોકો મોતને ભેટે છે. દમણ, સેલવાસ અને દીવમાં આજદિન સુધી એડમિનિસ્ટ્રેટર તરીકે આઈએસ અધિકારીની નિમણૂક થતી હતી. જ્યારે વખતે 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં પુરતો દારૂ સપ્લાય થાય તે માટે ભાજપે ગુજરાતના માજીગૃહમંત્રી પ્રફુલ પટેલની એડમિસ્ટ્રેટર તરીકે નિમણૂક આપી છે. સ્થાનિક મંત્રી ગણપત વસાવા પર પ્રહાર કરતાં જણવ્યું કે માંગરોળ માં કોઈ એક બોટલ સાથે પકડાય તો ગણપત વસાવા પોલીસને ધમકાવી બુટલેગરને છોડાવી દે છે. કારણ કે ચૂંટણી સમયે મદદરૂપ બને છે. કોસંબાના ભાજપના સભ્ય બબીતાબહેન ખુદ દારૂનો ધંધો કરે છે. વ્યારામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા તો કહી ગયા કે દારૂ અને જુગારના અડ્ડા બંધ કરી દેવામાં આવશે. આપણે શું માનવાનું. મોદી અને આનંદીબહેનના રાજમાં દારૂના અડ્ડા ચાલતાં હતાં. કે હવે મુખ્યમંત્રીની આંખ ઉઘડી, આવું પુનરાવર્તન પાછુ થાય તે માટે પોલીસે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે આજ પરિસ્થિતિ રહેશે તો કોંગ્રેસની મહિલા પાંખ જનતા રેડ કરી મીડિયાના સહકારથી સરકારની પોલ ખુલ્લી પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો