• Gujarati News
  • 2 ફ્લેટમાં 80000ની મતાની ચોરી

2 ફ્લેટમાં 80000ની મતાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડીઉટીયાદરા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં બીજા અને ત્રીજા માળે આવેલ ફ્લેટમાં દંપતિ આગલા રૂમમાં સુતુ હતું ત્યારે ચોરોએ એપાર્ટમેન્ટની બારીમાંથી ઘરમાં પ્રવેશી એક ઘરમાંથી દાગીના અને રોકડ મળી અંદાજિત 80 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે બીજા ફ્લેટમાંથી 13000 રોકડાની ચોરી કરી ગયા હતાં.

તરસાડી નગરના ઉટીયાદરા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના બીજા ફ્લોર પર આવેલ 205 નંબરના ફ્લેટમાં બિરલા કંપનીમાં કામ કરતાં જગદીશભાઈ ધનજીભાઈ પટેલ પોતાની પત્ની સાથે ફ્લેટના ડ્રોઈગરૂમમાં સૂતા હતાં ત્યારે મધ્યરાત્રિના સમયે એપાર્ટમેન્ટમાં જમણા બાજુની દીવાલ ઉપરની બારીમાંથી દીવાલ ઉપર ચઢીને અથવા એપાર્ટમેન્ટની છત ઉપરથી ઉતરીને તસ્કરો બારી વડે ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને બેરૂમમાં રાખેલ લોખંડની તિજોરી રૂમમાં રાખેલ ચાવી વડે ખોલી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલે 80000 જેટલાની ચોરી કરી હતી.

ઉપરાંત ફ્લેટની ઉપર આવેલ મનોજકુમાર ગુપ્તાના ફ્લેટમાં આજ પ્રકારે બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ 13000 રોકડાની ચોરી કરી પલાયન થઇ ગયો હતા. ચોરી અંગે બંને પરિવારજનોએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાડી એપાર્ટમેન્ટમાં ગ્રીલ તોડી તસ્કરો પ્રવેશી ચોરી કરી ગયા .