તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિણોદમાં પોલીસ પર હુમલામાં 20 સામે નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલીપ ચાવડા|કોસંબા : 16 જૂને માંગરોળના દિણોદ ગામે મુસ્લિમ સમાજના પૈગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા અભદ્ર ટીપ્પણીનો મેસેજ કીમ ચાર રસ્તાના યુવકને ફોરવર્ડ કર્યો હતો. તેણે અન્ય યુવકોને ફોરવર્ડ કરતાં મુસ્લિમ સમાજના યુવકોએ આ યુવકને ફટકારી કોસંબા પોલીસે પાલોદમાં સોંપ્યો હતો. રોષે ભરાયેલા યુવકોએ પાલોદથી કોસંબા પોલીસ સ્ટેશન સુધી યુવકને વધુ મારવા માટે પોલીસ પર હુમલો કરી કોસંબા પોલીસ સ્ટેશન પર તોડફોડ કરી હતી. તપાસ કરતાં પીએસઆઈ દ્વારા સીસીટીવીની તપાસમાં 20 જણાના નામ ખુલતાં તેમને પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા માટે નોટિસ પાઠવી છે.

ઘટનામાં 9 ઈસમોના નામજોગ તેમજ 250થી વધુનાં ટોળાં સામે ફરિયાદ થઈ હતી, પોલીસ શંકાસ્પદોને અંદર કરી રહી છે
માંગરોળ તાલુકાના દિણોદ ગામે 17મી જૂનના રોજ સુરત વણકર સહકારી સંઘ નામની ફેક્ટરીમાં કામ કરતાં એક કામદારે તેના વોટ્સઅપ ગ્રુપના મહંમદ પૈગમ્બર સાહેબની અભદ્ર ટીપ્પણી કરતાં એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ અંગેની જાણ થતાં મોટા પ્રમાણમાં લોકો ફેક્ટરીએ ધસી આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પીએસઆઈ એમ. બી. તોમરે યુવકની ધરપકડ કરી કોસંબા પોલીસ સ્ટેશને લાવવા માટે કંપનીમાંથી કાઢી જીપમાં બેસાડી ગયા હતાં. તે દરમિયાન રોષે ભરાયેલા લોકોએ યુવકને મારવા માટે હુમલો કર્યો હતો. જે યુવકને બચાવવા કોસંબા પોલીસે લોકોને અટકાવતાં લોકોએ કોસંબા પોલીસ પર પણ હુમલો કરી પીએસઆઈ સહિત 5 જેટલા પોલીસ જવાનોને ઈજા પહોંચાડી હતી. તેમજ સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.

ઘટના બાદ પાલોદ કીમ ચાર રસ્તા વિસ્તારમાં ઉત્તર પ્રદેશના યુવકે આ જ મેસેજ અન્ય લોકોને ફોરવર્ડ કરતાં લોકોએ તેને પકડીને કોસંબાની આઉટ પોસ્ટને હવાલે કર્યો હતો. જ્યાં યુવકને પાઠ ભણાવવા માટે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતાં, અને યુવકને કોસંબા પોલીસ મથકે લાવવા માટે જ્યારે પોલીસ આવી રહી હતી ત્યારે લોકોએ પોલીસની ગાડી પર તેમજ કોસંબા પોલીસ સ્ટેશનમાં યુવકને પોલીસ લોકઅપમાં જ્યારે પોલીસ મૂકી રહી હતી. ત્યારે લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને લોકઅપમાંથી આરોપી યુવકને ખેંચીને માર માર્યાની ઘટના થઈ હતી. તેમાં પણ લોકોએ કોસંબા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, અને કોસંબા પોલીસ સ્ટેશનમાં નુકસાન કર્યું હતો.

ઘટનાની નોંધાયેલી ફરિયાદમાં 9 ઈસમોના નામ જોગ ફરિયાદ તેમજ 250થી વધુનાં ટોળાં ઉપર ફરિયાદ દાખલ થઈ હતી. આ ઘટનાની તપાસ સુરત જિલ્લાની એસઓજી કરી રહી હોય તપાસ કરનાર અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાને આધારે 20 જેટલા શંકાસ્પદ ઈસમને ઘટનામાં સંડોવણી થયેલા હોવાની તપાસમાં દેખાઈ આવતાં આ 20 જેટલા શંકાસ્પદ લોકોને તપાસમાં યોગ્ય પુરાવા સાથે હાજર રહી સાથ સહકાર આપી નોટિસની બજવણી કરી છે.

સીસીટીવીના આધારે 20 જેટલા શંકાસ્પદ ઇસમોને ઓળખી કઢાયા
કોસંબા પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તેમજ તપાસ દરમિયાન 20 શંકાસ્પદ ઈસમો કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘટનામાં ઓળખવિધિમાં નામ ખુલ્યા છે. આ લોકોને પોલીસે નોટિસ પાઠવી પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા યોગ્ય પુરાવા સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. કે. વાય. બલોચ, પીએસઆઈ, એસઓજી, તપાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...